હૈદરાબાદ એન્કાઉન્ટરમાં ઠાર 2 નરાધમોએ બીજી 9 યુવતીઓ પર કર્યો હતો ગેંગરેપ

0
23

હૈદરાબાદમાં વેટનરી ડોકટરની સાથે ગેંગરેપ કરનાર આરોપીઓને લઈને મોટો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ ચારમાંથી બે નરાધમે કબૂલ્યું હતું કે તેઓએ પહેલાં પણ 9 જેટલી અન્ય મહિલાઓ સાથે દુષ્કર્મ કર્યા છે. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીઓ અંગે તપાસ કરતા સાઈબરાબાદ પોલીસ તેલંગાણા-કર્ણાટકના બોર્ડર નજીકના વિસ્તારમાં તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે તમામ બાબતોની તપાસ માટે ટીમને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવી રહી છે. આરોપી આરીફ, નવીન, શિવા અને ચેન્નેસાવલુ નામના ચાર લોક પર આરોપ હતો કે આ લોકોને મળીને વેટનરી ડોકટરની સાથે ગેંગ રેપ કરી તેને સળગાવી દીધી હતી. જે બાદ ચારેય આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા.

હૈદરાબાદ એન્કાઉન્ટર કેસમાં પોલીસ કર્મચારીઓ પર કેસ દાખલ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે. અરજીમાં આરોપ લગાવાયો છે કે તેલંગાણા પોલીસે પોતાની કસ્ટડીમાં રહેલા ચારેય આરોપીઓને ગેરકાયદે રીતે એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here