સુરત : 2 હજાર કરોડનું મની લોન્ડરિંગ, NCPના નેતાનો પુત્ર માસ્ટર માઈન્ડ : પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી PVS શર્મા

0
26

સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સ દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપ પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે પીવીએસ શર્મા દ્વારા વડાપ્રધાન મોદીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે, પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટ્વિટમાં જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વિકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વિકારવામાં આવી હોવાનું જણાવ્યું છે. પીવીએસ શર્માએ જણાવ્યું હતું કે, ત્રણ પ્રકારે 2 હજાર કરોડનું મની લોન્ડરિંગ થયું છે. જેમાં આખા કૌભાંડની રચના NCPના નેતાના પુત્રએ કરી છે.

તપાસ ઈડી અને સીબીઆઈ પાસે કરાવવા પણ માંગ કરી

નોટબંધી દરમિયાન સાનુ ઉંચા ભાવે વેચી કરોડો રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા પછી કરોડોની ટેક્સ ચોરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ માજી ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા દ્વારા કરવામાં આવ્યા છે. ટ્વિટર પર શર્માએ લખ્યું છે કે, નોટબંધી સમયમાં ઘોડદોડના એક જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વિકારી લીધી હતી. આ ગંભીર પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ શકે તે પ્રકારે અરજી સ્વિકારવામાં આવી છે. તેમણે આ પ્રકારમાં થયેલા સેટલમેન્ટ અંગેની તપાસ ઈડી અને સીબીઆઈ પાસે કરાવવા પણ માંગ કરી છે.

સરકારની આવકને મોટું નુકસાન થયું

પીવીએસ શર્માના જણાવ્યા પ્રમાણે, આવકવેરા કાયદા હેઠળ નોટબંધી સમયે જો ટેક્સ ચોરી કરી હોય તો 33 ટકા ટેક્સ અને 139 ટકા પેનલ્ટી સાથે રકમ ભરવી પડે. જોકે, આવકવેરા વિભાગના અધિકારીઓએ આ પ્રકારના મામલાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે અને એક મોટું કૌભાંડ કર્યું છે. જેનાથી સરકારની આવકને મોટું નુકસાન થયું છે. નોટબંધી દરમિયાન જેટલા મોટા મામલાઓ સેટમેન્ટ કમિશનમાં ગયા છે તે તમામની તપાસથવી જોઈએ. ઘોડદોડ રોડના જ્વેલર્સે 84 લાખની એડિશનલ ઈન્કમ બતાવી 80 લાખ લાખ ટેક્સ ભરવા સેટલમેન્ટમાં કરેલી અરજી પણ શંકાસ્પદ રીતે સ્વિકારી લેવામાં આવી છે.

આખા કૌભાંડની રચના NCPના નેતાના પુત્રએ કરી હોવાનો આક્ષેપ

પીવીએસ શર્માએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા બાદ એક પછી એક ઈકોનોમી સિસ્ટરને સુધારવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છે. જેમાં પહેલા આઈડીએસ સ્કીમ લાવ્યા પછી નોટબંધી પછી ઘણી બધી સ્કીમો લાવ્યા છે.જેમાંથી આર્થિક સુધારો થાય અને દેશની પ્રજાને આ બે નંબરનું સિસ્ટમ ચાલતું હતું તેનાથી છૂટકારો મળે અને ટેક્સ જે ભરે તે સારી રીતે વપરાય.જે લોકો આઈડીએસ સ્કીમનો ઉપયોગ ન કર્યો તે લોકોને હવે કોઈ છૂટકારો ન હતો નોટબંધીમાં. નોટબંધીના નિર્ણય અંગે વિચારી પણ ન સમજી શક્યા. જેથી તે લોકોએ રાતો રાત સ્કીમ બનાવી, પૈસા બેંકમાં જમા કર્યા અને તેને એવું કહ્યું કે, આ વસ્તુ મારું વેચાણ છે, નફો છે. બે નંબરના જે રૂપિયા છે તેને બેંક એકાઉન્ટમાં નાખી. ચોપડામાં દર્શાવી બેંકમાં નાખી ઈન્કમ ટેક્સમાં દર્શાવ્યા હતા. પહેલી વસ્તુતો એ આવે કે તમારી પાસે સ્ટોક હતી, સ્ટોક હતી તે કેટલા સમયમાં વેચ્યા. રાત્રે 12 વાગ્યા પછી તમે કેવી રીતે વેચ્યા. રાત્રે 12 વાગ્યે વેચાણ કર્યું તો તેની વિગત તમે બતાવી. એ એક ટેક્સ ભરનારની છે. બીજી વાત આવે કે ઈન્કમ ટેક્સ વિભાગે મોટા ભાગના જ્વેલર્સ, બિલ્ડરો અને વેપારી હતા તેમને એ લોકોએ વીડિયોગ્રાફી કરવી કે તેમને ત્યાં કેટલા લોકોની લાઈન છે. એ લોકોનું તમે કેવી રીતે સોલ્યુશન લાવ્યા. તે દિવસના સ્ટોક રજિસ્ટર વેરિફાઈ કર્યા. તે લોકો પાસે આટલો સ્ટોક હતો. આ બધુ કર્યા વિના ટેક્સ ભરનારે જે વાત કરી, વાત કરવા પ્રેરણા આપી તેમાં મારી પાસે એક નામ આવ્યું છે જે એનસીપીના નેતાનો પુત્ર છે. જેણે આ આખા કૌભાંડની રચના કરી છે.

દેશના હિતની સ્કીમને ફેઈલ કરવા નીકળ્યા હતા તે બહાર આવવા જોઈએ

પીવીએસ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડ પાછળ ફક્ત એજન્ડાએ હતો કે, નરેન્દ્ર મોદીની આ સ્કીમ ફેઈલ કરવાનો છે. કોંગ્રેસના કલ્ચરમાં પેદા થયેલા માણસે જે દેશના હિતમાં સ્કીમ હતી તેને વિફળ કરવા સુરતમાં કર્યું છે. તેનાથી પર્સનલ ફાયદો થયો. રૂપિયા પણ કમાયા હશે. ઓફિસરોને પણ રૂપિયા આપ્યા હશે. એ બધી વસ્તુ તપાસ થશે ત્યારે ખબર પડશે. ઈનક્મ ટેક્સનું કોઈ પણ કૌભાંડ હોય તેમાં ત્રણ લોકો હોય છે. જે કૌભાંડ કરવા ઈચ્છે છે તે, ટેક્સ ભરનાર, જે કૌભાંડ કરાવવા ઈચ્છે છે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ખરેખર જે કરે છે તે અધિકારી. આ ત્રણેય વિના આ વસ્તુ થઈ ન શકે. આ ત્રણેય વ્યક્તિઓએ મળી જે ઈન્કમ ટેક્સમાં કૌભાંડ રચ્યું છે તે બહાર આવવું જોઈએ. મારો એક જ મુદ્દો છે કે, આ સ્કીમ દેશના હિતમાં હતી. દેશના હિતની સ્કીમને ફેઈલ કરવા નીકળ્યા હતા તે બહાર આવવા જોઈએ.

ત્રણ પ્રકારે 2 હજાર કરોડનું મની લોન્ડરિંગ થયું

કેટલા કરોડનું મની લોન્ડરિંગ હોય શકે તે અંગે પીવીએસ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, મારી પાસે જે માહિતી છે. તેમાં ત્રણ પ્રકારે મની લોન્ડરિંગ થયું છે. એક તો બોગસ શેર પ્રોફિટ જે એ લોકોએ લીધી છે. બીજુ જે આ નોટબંધી વખતમાં એ લોકોએ નોટ જમા કર્યાના ખોટો બિલ્સ ઉભા કર્યા છે. ત્રીજુ બોગસ એન્ટ્રી કલકતાથી લાવ્યા છે. આ ત્રણેય મળી જે મારી પાસે માહિતી છે તેમાં 2 હજાર કરોડથી ઉપરનું કૌભાંડ છે. મારી પાસે ઘણી માહિતી છે તે જ્યાં સુધી સમજુ નહીં ત્યાં સુધી હું ચોક્કસ ન કહી શકાય. જોકે, આખી માહિતીને સમજ્યા બાદ મારા ટ્વિટર પર મૂકીશ. આ મારી એક તપાસ છે અટલે મારા ટ્વિટર આવશે. જે પહેલા મોદીને જશે ત્યારબાદ નિર્મલા સિતારમણને મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here