Tuesday, September 21, 2021
Home20 વર્ષનો ગુજરાતી બે છોકરીઓનાં નગ્ન ફોટાને લઈને બ્લેકમેઈલ કરતો હતો
Array

20 વર્ષનો ગુજરાતી બે છોકરીઓનાં નગ્ન ફોટાને લઈને બ્લેકમેઈલ કરતો હતો

પોર્ન ફોટો પર મુંબઈમાં બે સગીરાને બ્લેકમેલ કરી રહેલાં વીસ વર્ષના આરોપીની ગુજરાતના અમદાવાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ બે પીડિત કિશોરીના ચહેરાનો ભાગ મોર્ફ કરીને તે ભાગ પોર્ન ફોટો પર ચીપકાવ્યો હતો. ૨૦ વર્ષના આરોપી જાનમ પોરવાલ આરોપીનું નામ છે અને તેણે મોર્ફ કરેલાં આ ફોટો બન્ને કિશોરીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મોકલાવ્યા છે.

બન્ને કિશોરી સગીરા હોવાની માહિતી વાકોલા પોલીસે આપી હતી. જાનમે બન્ને કિશોરીને વીડિયો ચેટ પર આવવા માટે મજબૂર કરી હતી. તેણે પીડિત કિશોરીને નિવસ્ત્ર થવા માટે જણાવ્યું અને તે રેકોર્ડ કરીને તે બન્ને કિશોરીને ત્રાસ આપી રહ્યો હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી. એક કિશોરીએ આરોપી તરફથી આપવામાં આવી રહેલાં ત્રાસ બદ્દલ તેનો માતા-પિતાને જણાવ્યું હતું.

 

જાનમ પોરવા આ બન્ને કિશોરીને સ્પૂફ કોલ પર ફોન કરવાનો, જેથી આ કિશોરીના ફોનના ડિસ્પ્લે પર વિદેશી નંબર દેખાતો હતો. આરોપી કિશોરીને ફોન કરતો ત્યારે તેનો ચહેરો ઢાંકેલો રહેતો હોવાનું એક કિશોરીએ એફઆઈઆરમાં જણાવ્યું હતું.

સ્પૂફીંગ ટેકનોલોજીને લીધે આરોપીને પકડવામાં પોલીસને મહિનો લાગ્યો હતો. આરોપી સારો પરિવારનો છે અને તે છેલ્લાં ત્રણ મહિનાથી આ ગુનો કરી રહ્યે હોવાની માહિતી વાકોલાના વરિષ્ઠ અધિકારી કૈલાશ આવ્હાડે જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments