Wednesday, December 8, 2021
Home20 વર્ષમાં નકલી વસ્તુઓનું 100 ગણું વેચાણ વધ્યું
Array

20 વર્ષમાં નકલી વસ્તુઓનું 100 ગણું વેચાણ વધ્યું

બિઝનેસ ડેસ્ક. છેલ્લા 20 વર્ષ દરમિયાન વિશ્વભરમાં નકલી ચીજોના વેચાણમાં જંગી વધારો થયો છે. ડુપ્લિકેશ વસ્તુઓના વેચાણમાં 100 ગણો વધારો નોંધાયો છે. આ વૈશ્વિક વ્યાપારના 10 ટકા તેમજ વૈશ્વિક જીડીપીના 2 ટકા બરાબર છે. ઉદ્યોગ સંગઠન ફિક્કીના સલાહકાર અને કેન્દ્રિય ઉત્પાદન તથા ડ્યૂટી બોર્ડ (સીબીઇસી)ના પૂર્વ ચેરમેન પીસી જ્હાએ જાણકારી આપી હતી. તેઓ ડુપ્લીકેટ વસ્તુઓ તથા લુંટફાટ વિરૂધ્ધ અવાજ ઉઠાવવા માટે સંવાદ, સમન્વય અને સહયોગ વિષય પર યોજાયેલા એક સેમિનારમાં જણાવ્યું હતું. ઉદ્યોગ સંગઠન ફિક્કી-કાસ્ફેડ ચોરી અને નકલી વસ્તુઓના મુદ્દા પર કામ કરી રહી છે. 2015ના એક અહેવાલ મુજબ નકલી ચીજ વસ્તુઓ અને ચોરીના બજારોમાંથી સરકારને 39239 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

પીસી જ્હાએ વધુમાં ઉમેર્યું કે ગેર.કાનુની વ્યાપારની સમસ્યાને જેટલું ઓખળવામાં આવે છે એટલું જ નહિં આ એટલી જ ગંભીર બાબત છે. આ સેમિનારમાં દિલ્હીના પોલિસ અને પૂર્વ સ્પેશિયલ કમિશ્નર પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓએ નકલી પ્રોડક્ટથી થતા નુકશાનથી બચવા માટે ગ્રાહકોને જાગ્રૂત કરવા માટે અભિયાન ચલાવવાની જરૂરિયાત પર ભાર દેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે કોઇ પ્રોડક્ટ અસલી છે કે નકલી તેમાં ફર્ક સમજવા માટે ગ્રાહકોએ દુકાનદાર પાસેથી જે -તે વસ્તુની ખરીદીનું બીલ માંગવું જોઇએ. 9139 કરોડ રૂપિયાનું નુકશાન તંબાકુ ઉત્પાદનોથી થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments