હેરાફેરી : હાવડા-અમદવાદ ટ્રેનમાં 20 પેટી દારૂ વડોદરા પહોંચ્યો, ટ્રોલીમાં મૂકીને કુલીઓ ઠેકાણે પહોંચાડે છે

0
0

વડોદરાઃ બુટલેગરોને રોડ મારફતે દારૂનો જથ્થો લાવવો મુશ્કેલ બનતા હવે ટ્રેન મારફતે દારૂનો જથ્થાની હેરાફેરી થતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આજે બપોરે 12:30 વાગ્યે હાવડા-અમદવાદ ટ્રેનમાંથી દારૂ જથ્થો વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-2 પર પોલીસ કેબીન પાસે ઉતારવામાં આવ્યો હતો. જેમાં કોથળામાં ભરેલી 20થી વધુ દારૂની પેટીઓ હતી. આ મામલે રેલવે પોલીસ પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

પ્લેટફોર્મ પર દારૂ મળતા રેલવે તંત્રમાં દોડધામ
વડોદરા રેલવે સ્ટેશન પર કોથળામાં દારૂ ભરેલો પડ્યો હોવાની માહિતી મળતા મીડિયા પહોંચી ગયું હતું. જેથી રેલવે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. કુલીઓ અને બુટલેગરોની સાંઠગાંઠથી દારૂની હેરાફેરી થતી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર દારૂની પેટીઓ ઉતાર્યા બાદ કેટલાક કુલીઓ દારૂની પેટીઓ દિનેશ મિલ પાસે બ્રીજ નજીક પહોંચાડતા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here