Friday, August 6, 2021
Homeરાજકોટ : ઓબ્ઝર્વેશન હોમના 20 બાળકો કોરોના પોઝિટીવ, શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા...
Array

રાજકોટ : ઓબ્ઝર્વેશન હોમના 20 બાળકો કોરોના પોઝિટીવ, શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 3573 પર પહોંચી

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ અને મૃતકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગોંડલ રોડ પર આવેલ ઓબ્ઝર્વેશન હોમના 20 બાળકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા અન્ય બાળકોની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 3573 દર્દીઓ સંક્રમિત બન્યા છે. જ્યારે 1625 દર્દીઓ સારવાર હેઠળ છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત્

જામનગરમાં વધુ 101 પોઝિટિવ કેસ નોંધાય હતા. જેની સામે 116 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે મોરબી જિલ્લામાં નવા 25 કેસ સામે આવ્યા હતા, બીજી તરફ 13 દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપી દેવાઇ હતી. મોરબીમાં કુલ કેસનો આંક 1070 પર પહોંચી ગયો છે. જૂનાગઢ જિલ્લામાં 29, ગીર સોમનાથ જિલ્લામાં 15, અમરેલીમાં 26 અને પોરબંદર જિલ્લામાં 3 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં એક-એક અને પોરબંદર જિલ્લામાં બે મોત થયા છે.

રાજકોટ શહેર જિલ્લામાં કુલ 5313 દર્દીમાંથી 2933ને રજા અપાઇ

રાજકોટ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 5313 લોકો સંક્રમિત થયા છે તેમાંથી અત્યાર સુધીમાં 2933 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. આમ રાજકોટમાં સાજા થવાનો સરેરાશ ટકાવારી 55.20 ટકા છે.

તંત્રએ મોતના આંકડા આપવાનું બંધ કર્યું

રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં થતા મોતના આંકડા આપવાનું સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટ પહેલા આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં હતા જે આંકડા આપવાનું બંધ કરવામાં આવ્યું છે. મૃતદેહોની લાંબી લાઈનો અંગેના અહેવાલ બાદ મોતના આંકડા આપાનું બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાનો કહેર વધતા શિક્ષકોને સર્વે માટે ઉતારવામાં આવ્યા

રાજકોટમાં કોરોનાનો કહેર વધતા શિક્ષકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શિક્ષકો ઘરે ઘરે જઈને સર્વે કરશે. એક વોર્ડમાં આશરે 30 જેટલા શિક્ષકો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments