પીછવીમાંથી 20 લાખની ખનીજ ચોરી ઝડપાઈ

0
0

ઊના ગીરગઢડા પંથકમાં વ્યાપક પ્રમાણમાં ખનીજચોરી થતી હોય અને આ ખનીજ ચોરી અટકાવવા ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવતાં ગીરગઢડા તાલુકાનાં પીછવા ગામે ગેરકાયદેસર ખાણ ધમધમતી હોય. જિલ્લા ભુસ્તર શાસ્ત્રી અનિલ ઉનીયલની સુચનાથી ખાણ ખનીજ વિભાગનાં જગદીશ વાઢેર, રોહીત પટેલ તથા તેમની ટીમ દ્વારા પીછવા પહોંચી જઇ સ્થળ ઉપર તપાસ હાથ ધરતા સ્થળ ઉપરથી બે ટ્રેકટર તથા પથ્થર કાપવાની ચકરડી મળી રૂ.20 લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગીરગઢડા તાલુકાનાં નાના એવા પીછવા ગામનાં પેટાળમાં વ્યાપક પ્રમાણપમાં ખનીજ હોય ગામની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર પથ્થરનું ખનન થતું હોવાની બાતમી ખાણખનિજ વિભાગને મળતા ખાણખનિજ વિભાગનાં અધીકારીઓએ છાપો મારતાં ગેરકાયદેસર ખનન કરતા શખ્સો નાસી ગયા હતાં. જયારે સ્થળ ઉપરથી બે ટ્રેકટર તેમજ એક પથ્થર કાપવાની ચકરડી તેમજ રૂ.5 લાખની ખનીજ ચોરી મળી કુલ રૂ.20 લાખની ખનીજ ચોરી ઝડપી પાડતાં ખનીજ માફીયામાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે. ત્યારે આ ગેરકાયદેસર કરનાર શખ્સ વિરૂધ્ધ ખાણખનીજ વિભાગ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા તજવીજ કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here