સુરત : ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓને 1 લાખના બોન્ડ અપાશે, 5 વર્ષમાં 5 લાખ દર્દીઓના 20 કરોડ બચ્યા

0
0

સુરતઃ સુરત ડાયમન્ડ એસોસિએશન દ્વારા સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતુશ્રી શાન્તાબા વિડિયા હોસ્પિટલને પાંચ વર્ષ પૂર્ણ થતાં હોસ્પિટલમાં જન્મેલી 250 બાળકીઓના માતા-પિતાને શનિવારે 8.30 કલાકે સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે એક-એક લાખ રૂપિયાના બોન્ડ અપાશે. આ પહેલાં અત્યાર સુધીમાં 796 બાળકીઓને 7.96 કરોડ અપાઈ ચૂક્યા છે. હોસ્પિટલના ચેરમેન સી. પી. વાનાણીએ જણાવ્યું હતું કે, ‘બેટી બચાવો બેટી વધાવો’ અભિયાન અંતર્ગત અમારી હોસ્પિટલમાં કોઈ બાળકીનો જન્મ થાય તો તેનો કોઈ ચાર્જ હોસ્પિટલ લેતું નથી.

સિઝેરિયન ચાર્જ માત્ર 5 હજાર રૂપિયા છે
તેમ જ કોઈ પણ દંપતીને પહેલા બાળક કે બાળકી હોય અને બીજી બાળકી અમારી હોસ્પિટલમાં જન્મ થાય તો તેને પાકતી મુદતે એક લાખ રૂપિયા મળે એવા બોન્ડ અપાઇ છે. આ હોસ્પિટલમાં સીઝેરિયન ચાર્જ માત્ર 5 હજાર રૂપિયા છે. તેમાં પણ બાળકી જન્મે તો 1800 રૂપિયા બાદ મળે છે. અત્યાર સુધી પેશન્ટના આવા 99 લાખ રૂપિયા માફ થયા છે. અત્યાર સુધીમાં 10611 પ્રસૂતિઓ થઈ છે. તેમાંથી આશરે 5500 દીકરીઓ છે. છેલ્લા પાંચ વર્ષમાં પાંચ લાખ લોકોએ સારવાર લીધી છે. અત્યાર સુધીમાં મધ્યમથી ગરીબ વર્ગના પેશન્ટોના 20 કરોડ રૂપિયાથી વધુ રૂપિયાની બચત થઈ હશે.

સામાન્ય રત્નકલાકારોને રાહત દરે સારવારના વિચારથી હોસ્પટલ બની
સી. પી. વાનાણીકહે છે કે, હોસ્પિટલ પાછળ 25 કરોડ રૂપિયાનો ખર્ચ દાતાઓના રૂપિયાથી કરાયો છે. સામાન્ય રત્નકલાકારોને રાહત દરે સારવાર મળી રહે એ વિચાર નવ વર્ષ પહેલાં આગેવાન અને ડાયમન્ડ ઉદ્યોગપતિઓને આવ્યો હતો. જેથી આ હોસ્પિટલનું સર્જન થયું છે. હાલ સુધીમાં 500 દાતાઓ દાન કર્યું છે. શરૂમાં 1.51 લાખ રૂપિયા આપનારા 335 દાતાઓ હતા. ત્યાર બાદ 51.51 લાખ રૂપિયા રૂપિયા આપનારા 7 જણા ડીટીસી સાઇટ-હોલ્ડર છે અને હોસ્પિટલને નામ આપનારા બે દાતા 2.51 કરોડ રૂપિયા આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here