ગાંધીનગરની જાસપુર નર્મદા કેનાલમા શૌચાલયનુ પાણી લેવા નર્મદા કેનાલમા ઉતરતા ૨૦ વર્ષનો યુવાન મોતને ભેટ્યો
ગાંધીનગર જિલ્લાના જાસપુર પાસે આવેલી નર્મદા કેનાલમા કલોલનો એક યુવાન સંડાસ માટે નર્મદા કેનાલમા ઉતરી પાણી લેવા જતા પગ લપસી પડતા મોતને ભેટ્યો
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમા દીન પ્રતિદીન આપઘાતના બનાવો વધી જવા પામ્યા છે. અને આ નર્મદા કેનાલમા કેટલાય લોકોને પોતાની કીમતી જીંદગી હોમી દીધી છે. તેઓ તાજેતરનો બનાવ આજે સવારે છ વાગે બનવા પામ્યો છે. દહેગામ તાલુકાના બહીયલ ગામના તરવૈયા કાલુભાઈ ખલાફી અને તેમની ટીમે ગાંધીનગર જિલ્લામા આવેલી જાસપુર નર્મદા કેનાલમાંથી એક યુવાનની લાશ બહાર કાઢતા તેની ઓળખવિધિ થતા આ યુવાનનુ નામ સીવબહાદુર શહાજરામ યાદવ ઉમર ૨૦ વર્ષ અને તે કલોલનો રહેવાસી છે અને રામદેવ મસાલામા જાસપુર ખાતે નોકરી કરતો હતો ત્યારે આજે સવારે છ વાગે સંડાસ માટે પાણી લેવા ઉતરતા તેનો પગ લપસી પડતા તે મોતને ભેટ્યો હતો. તેની લાશ તરવૈયાઓ દ્વારા બહાર કાઢવામા આવી હતી.
- આ યુવાન આજે સવારે છ વાગે નર્મદા કેનાલમા પાણી લેવા ઉતરતા પગ લપસી પડતા તે મોતને ભેટી પડ્યો હતો
- આ યુવાન કલોલ ગામનો વતની હતો અને જાસપુર ખાતે આવેલ રામદેવ મસાલામા નોકરી કરતો હતો
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર