ઉમેરઠ તાલુકાની સગીરા વિદ્યાનગર સુધી અભ્યાસ માટે દરરોજ અપડાઉન કરતી હતી. તે દરમિયા આરોપી રિક્ષા ડ્રાઇવેર પરિચય કેળવીને પોતાની રિક્ષામાં લઇ જતો હતો. એક વર્ષથી મિત્રતાના નામે લલચાવી ફોસવાવીને સાથે લઇ જવા પ્રયાસ કરતો હતો અને આરોપી રાહીલ અલારખા રસુલ વ્હોરા ( ઉ.વ.૨૫, મુ. ઉમરેઠ) સગીરાને લલચાવી ફોસલાવીને પોતાના મોબાઇલમાં સેલ્ફી ફોટા પાડી લીધા હતા અને બાદમાં ફોટો વાઇરલ કરવાની ધમકી આપીને રિક્ષામાં સગીરાને લઇ ગયો હતો.
બાદમાં સગીરા એસટી બસમાં અપડાઉન કરતી હતી. આરોપી બસમાં સગીરાનો પીછો કરીને ધમકી આપતો હતો અને આરોપી સગીરા સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
આ મામલે આરોપી રાહીલ અલારખા રસુલ વ્હોરા ( ઉ.વ.૨૫) સામે પોસ્કો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં પોલીસે આરોપી રાહિલ વ્હોરાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં કેસ ચાલી ગયો હતો.
આણંદની સ્પેશિયલ પોસ્કો કોર્ટે આરોપી રાહિલ અલારખા રસુલ વ્હોરાને ૨૦ વર્ષની કેદની સજા અને પાંચ હજારનો દંડ કર્યો હતો અને દંડ ન ભરે તો વધુ પાંચ વર્ષની કેદની સજાનો આદેશ કર્યો છે.