ગોંડલ : બજર લેવા માટે 200 મહિલાઓએ દુકાન બહાર લાઇન લગાવી

0
0

ગોંડલ. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં લોકડાઉન પાર્ટ 4 અંતર્ગત નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે ઘણા દિવસોથી બંધ પડેલી પાનની દુકાનો ત્રણ દિવસથી ફરી ધમધમતી થઇ છે. સામાન્ય રીતે મહિલાઓની લાઇન કરીયાણાની દુકાન, શાકભાજી કે પછી પાણી ભરવામાં થતી હોય છે. પરંતુ વહેલી સવારથી ગોંડલમાં બજર લેવા માટે મહિલાઓએ લાઇન લગાવી હતી. ગોંડલમાં આવેલા વેરી દરવાજા પાસેની બજરની એક દુકાનની બહાર બજરની બંધાણી એવી 200 જેટલી મહિલાઓએ બજરની ખરીદી કરવા માટે લાઇન લગાવી હતી.

બે દિવસ પહેલા રાજકોટમાં મહિલાઓએ બીડી માટે લાઇન લગાવી હતી

બે દિવસ પહેલા રાજકોટના પરા બજાર વિસ્તારમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. શહેરના પરાબજાર વિસ્તારમાં વ્યસની પતિઓ માટે મહિલાઓએ લાંબી લાઇન લગાવી હતી. શહેરના બજાર વિસ્તારમાં આવેલી પાન, મસાલા, સિગારેટ, બીડી વેચનાર આ એજન્સીની દુકાનોની બહાર મોટી સંખ્યામાં મહિલાઓ વ્યસનની ચીજવસ્તુઓ લેવા માટે લાંબી લાઇન લગાવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાના વ્યસની પતિઓ માટે બીડી લેવા આવી છે. જેના કારણે તેના પોતાના ઘરકામ પણ નથી થયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here