હાથરસ ઘટનાને પગલે AMCના સફાઈકમદારો હડતાળ પર ઉતર્યા છે. સફાઈકમદારો એક દિવસ સફાઈ નહિ કરે. હાથરસની પીડિતાના આરોપીઓને ઝડપી અને કડક સજા થાય તેવી માંગ સાથે મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા એક દિવસની હડતાળ જાહેર કરાઈ છે. જેથી હાથરસ ઘટનાના વિરોધમાં 20000 સફાઈકર્મીઓ કામથી અળગા રહ્યા છે. તેઓએ કહ્યું કે, કોરોના છે, પણ અનુસૂચિત સમાજની દીકરી માટે અમે એક દિવસની હડતાળ યોજી છે. આમ, સમગ્ર અમદાવાદમાં સફાઈ કામદારો કોઈ પણ રેલી, સૂત્રોચ્ચાર વગર શાંતિપૂર્ણ રીતે કામથી દૂર રહ્યાં છે.
હાથરસ ગેંગરેપના પડઘા અમદાવાદમાં પડી રહ્યા છે. સમગ્ર દેશમાં ગામમાં દલિત સમાજની દીકરી સાથે દુષ્કર્મ હત્યાના વિરોધમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નોકરમંડળ દ્વારા એક દિવસની પ્રતિકાત્મક હડતાલની જાહેરાત કરાઈ છે. AMCના સફાઈ કામદારો આજે શહેરભરમાં સફાઈ ન કરીને વિરોધ નોંધાવશે. શહેરભરમાં સફાઈ કામગીરી સંપૂર્ણ બંધ રખાશે.
આ ઘટનામાં યુવતીનાં પરિવારને ન્યાય મળે તેવી નોકર મંડળ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મંગળવારે 10 લોકો શાંતિપુર્વક વિરોધ કરીને સુભાષબ્રિજ ખાતે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પણ આપશે. પરિવારને ન્યાય મળે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડી રહ્યા છે. ઠેર ઠેર ઘટનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.