Tuesday, January 18, 2022
Home2008નાં વિસ્ફોટ કેસમાં NDFB પ્રમુખ રંજન દૈમારી સહિતના 9ને આજીવન કેદ
Array

2008નાં વિસ્ફોટ કેસમાં NDFB પ્રમુખ રંજન દૈમારી સહિતના 9ને આજીવન કેદ

નવી દિલ્હીઃ  કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)ની કોર્ટમાં આસામમાં 2008માં થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઈ છે. જેમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રંટ ઓફ બોડોલેન્ડ NDFBનાં પ્રમુખ રંજન દૈમારી સહિત અન્ય 9 લોકો સામેલ હતા. બે દિવસ પહેલા જ કોર્ટે આ તમામને આરોપી જાહેર કરી દીધા હતા. પરંતુ સજાની જાહેરાત બુધવારે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

2008 સિરીયલ બ્લાસ્ટમાં રંજન દૈમારી મુખ્ય આરોપી

રંજન દૈમારી આ સિરીયલ બ્લાસ્ટનો મુખ્ય આરોપી હતો, જેમાં 88થી પણ વધુ લોકોનાં મોત થયા હતા અને 540 લોકો ઘવાયા હતા. આ વિસ્ફોટ ગુવાહાટીનાં ગણેશગુરી, પાનબજાર , કચેરી , બારપેટા, કોકરાજાર અને બોંગાઈગામમાં 30 ઓક્ટોબર, 2008ના રોજ એકસાથે થયો હતો.

આ કેસમાં CBIએ 2009માં  NDFB પ્રમુખ અને 22 લોકો સામે આરોપ-પત્ર દાખલ કર્યો હતો. આરોપ-પત્રમાં 650 સાક્ષીઓનાં નામ, પોસ્ટમાર્ટમ રિપોર્ટ, ઝડપાયેલા લોકોનાં કબૂલનામાં, આરોપીઓની કોલની માહિતી સહિત 682 દસ્તાવેજો હતા.

બાંગ્લાદેશથી રંજનની ધરપકડ કરવામાં આવી હતી

ચાર્જશીટ પ્રમાણે, કુલ મળીને 9 વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, જેમાં ગુવ્હાટીમાં 3 વિસ્ફોટમાં 53 લોકો, કોકરાજારમાં 3 વિસ્ફોટમાં 20 લોકો અને બારપેટમાં થયેલા વિસ્ફોટમાં 15 લોકોનાં મોત થયા હતા. રંજન દૈમારીની બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 2010માં ભારતનાં અધિકારીઓને સોંપી દેવાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular