Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

બનીને તૈયાર થઈ ગયેલા પરંતુ કોરોનાને પગલે છ મહિનાથી વધુ સમયથી ઉદ્ધઘાટનની‌ રાહ જોવાતી હતી. આ મહત્વના 201.86 કરોડના પ્રોજેક્ટોનું આજે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાના કુંભારિયાથી કડોદરા સુધી લંબાવાયેલા બીઆરટીએસ કોરીડોર ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી દેશભરમાં 108 કિમીનો સૌથી લાંબો BRTS કોરિડોર એકમાત્ર સુરતમાં બન્યો છે.

છેલ્લા 4 મહિનામાં ગુજરાતમાં 12 હજાર કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત મહાનગરપાલિકા અને સુડાના 201.86 કરોડના વિકાસકામોનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ કરી, કોરોના સંક્રમણમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અવિરત રહી છે, તેનો હર્ષ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ વિકાસની પ્રતિબદ્વતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનાઓ દરમિયાન ગુજરાતમાં 12 હજાર કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તો કર્યા છે. કોરોના સંક્રમણનો વ્યાપ રોકવા સાથે વિકાસની રાહ પર ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો રીકર્વરી રેટ 90 ટકા તથા મૃત્યૃદર ધટીને 2.25 ટકા જેટલો થયો છે. કોરોના હારશે અને ગુજરાત જીતશેના સંકલ્પ સાથે સૌના સહયોગથી આગળ વધી રહ્યા છીએ એમ તેમણે ઉમેર્યુ હતું.

સુરતના મહત્વના પ્રોજેકટોને આગળ વધારવા માટે સરકાર યુધ્ધના ધોરણે કાર્ય કરી રહી છે

નર્મદ નગરી સુરત સોનાની મૂરત બને તેવી સંકલ્પના સાકાર કરવા સુરત મહાનગરપાલિકા અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતે બીજા ક્રમે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દુનિયાના આધુનિક શહેરોની સાથે આપણા શહેરો પણ વિકાસની સ્પર્ધા કરે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કલ્પના સાકાર કરવા ગુજરાતે સોળેકળાએ વિકાસ ખિલવી મહાનગરો-નગરોને અદ્યતન-આધુનિક બનાવ્યા છે. શહેરો માળખાકીય સુવિધા સાથે પર્યાવરણની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે કાયદાઓમાં કડક સુધારાઓ કર્યા છે. ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે તેવા સુત્ર સાથે સરકારે પોલીસને કડક હાથે કામ લેવાના આદેશો આપ્યા છે. આગામી સમયમાં મેટ્રો રેલ, રીવરફ્રન્ટ, તાપી શુધ્ધિકરણ, ડ્રીમસિટી, ડાયમંડસિટી જેવા સુરતના મહત્વના પ્રોજેકટોને આગળ વધારવા માટે સરકાર યુધ્ધના ધોરણે કાર્ય કરી રહી છે. સુરત શહેર લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

સુરત શહેર સિંગાપોર બને તે દિશા તરફ આગળ વધી રહ્યું છેઃસી.આર.પાટીલ

ગાંધીનગર ખાતેથી ઓનલાઈન જોડાયેલા ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે, સુરત શહેર સિંગાપોર બને તે દિશા તરફ આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશની મહાનગરપાલિકાઓની સરખામણીએ સુરત સ્માર્ટસીટીની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. તેમણે રાજય સરકારને સુરતના વિકાસમાં સહયોગ બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. સુરત ખાતેથી જોડાયેલા સાંસદ દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સૂરત શહેરએ કોરોનાની સામેની લડાઈની સાથે વિકાસની રાજનીતિમાં પણ આગળ વધી રહ્યું છે. મેટ્રોસીટી, ગાર્ડનસીટી, ટેરેસ ગાર્ડન જેવા નવા પ્રકલ્પો સાથે સુરતે વિકાસની ગતિ તેજ રાખી હોવાનું જણાવ્યું હતું. આ અવસરે મેયર જગદીશભાઈ પટેલે કોરોના કાળની વચ્ચે પણ સતર્કતા-સાવધાનીપૂર્વક લોકહિતના કાર્યોની ગતિ અટકે નહી તે રીતે સૂરતની વિકાસયાત્રા આગળને આગળ ધપતી રહેશે તેવી ખાત્રી આપી હતી.

શ્રમિકો, મુસાફરોને સલામત અને ઝડપી પરિવહનની બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે

મ્યુ.કમિશનર બંછાનિધિપાનીએ જણાવ્યું હતું કે, કુંભારીયાથી કડોદરા સુધીના સાત કિમીના બીઆરટીએસના લોકાર્પણની સાથે સમગ્ર શહેરમાં 108 કિમી જેટલા બીઆરટીએસનું નિર્માણ થયું છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો બીઆરટીએસ બન્યો છે. જેના કારણે સુરતથી કડોદરા વિસ્તારના શ્રમિકો, મુસાફરોને સલામત અને ઝડપી પરિવહનની બહેતર સુવિધાઓ પ્રાપ્ત થશે. અણુવ્રત દ્વાર જંક્શનથી જમનાબા પાર્ક સુધીના ત્રણ કિમી સુધીના કેનાલ કોરીડોરએ આંતરરાષ્ટ્રીય કક્ષાના માર્ગનું નિર્માણ થયું છે.

ક્યા પ્રોજેક્ટોના લોકાર્પણ કરાયા

  • 25.05 કરોડના ખર્ચે સહારા દરવાજાથી કુંભારિયા (સારોલી) સુધીના બીઆરટીએસ કોરીડોરને કડોદરા સુધી લંબાવાનો પ્રોજેક્ટ
  • 51.88 કરોડના ખર્ચે અઠવા ઝોનમાં પેકેજ-16 હેઠળ અણુવ્રતદ્વાર જંકશનથી જમનાબા પાર્ક સુધી 3 કિલોમીટર સુધી કેનાલ રોડ પર સંપૂર્ણ સીસી રોડ ફૂટપાથ, સ્ટ્રીટ લાઈટ-ફર્નિંચર, ટ્રાફિક સાઈનેજીસ તેમજ લેન્ડ સ્ક્રેપીંગ સહિત કેનાલ બ્યુનિટફિકેશનના પ્રોજેક્ટ
  • 17.31 કરોડના ખર્ચે અઠવા ઝોનમાં વેસુ-વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક સીસ્ટમ
  • 1.42 કરોડના ખર્ચે રાંદેર ઝોનમાં અડાજણ ખાતે શાંતિકુંજ તથા કિલ્લોલકુંજ, પાલનપોર ભેંસાણમાં ગાર્ડન-ગઝેબો-યુરિનલ બ્લોક તથા વરિયાવ-તાડવાડીના યુસીડી સેન્ટરની આગળના ખુલ્લા પ્લોટમાં હેલ્થ સેન્ટરના પ્રોજેક્ટ
  • 33 લાખ ખર્ચે લિંબાયત ઝોનના પરવટગામમાં આવેલી જુની વોર્ડ ઓફીસની જગ્યામાં સ્માર્ટ આંગણવાડી-કિલ્લોલ કુંજ
  • 2.92 કરોડના ખર્ચે ગાર્ડન વિભાગના જહાંગીરાબાદ એફ.પી.61માં મોઝેક ગાર્ડન અને ઉગતમાં સ્નેહરશ્મી બોટેનિકલ ગાર્ડનમાં અર્બન હોર્ટીકલ્ચર સેન્ટર-ટેરેસ ગાર્ડન
  • 2.63 કરોડના ખર્ચે ઉધના ઝોનમાં સમાવિષ્ટ ઉનગામ ખાતે જુની પ્રાથમિક શાળાની જગ્યાએ નવી શાળા
  • 97.32 કરોડના ખર્ચે સુડા વિસ્તારના કુંભારિયાગામના 1200 આવાસ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments