2012માં સૈન્ય બળવાનાં ખોટા સમાચારમાં મનમોહનનાં ચાર મંત્રીઓનો હાથ- BJP

0
44

નવી દિલ્હીઃ ભાજપે બુધવારે મીડિયા રિપોર્ટનાં આધારે UPA-2નાં કાર્યકાળ દરમિયાન 2012માં બળવાઓનાં સમાચાર અંગે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતું. પાર્ટી પ્રવક્તા જીએલ નરસિમ્હા રાવે આરોપ લગાવ્યો છે કે સેના દ્વારા બળવા અંગેનાં સમચાર પાછળ મનમોહનસિંહનાં ચાર મંત્રીઓનો હાથ હતો.

કોંગ્રેસે સેનાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો- ભાજપ
  • જાન્યુઆરી 2012માં એક છાપાએ સેના દ્વારા કથિત બળવાનાં સમાચાર છાપ્યા હતા. તે સમયે વીકે સિંહ સેનાનાં પ્રમુખ હતા. રાવે કહ્યું કે- કોંગ્રેસે સેના વિરોધી ખોટા સમાચાર છપાવીને તેને બદનામ કરવાના પ્રયાસ કર્યા છે.
  • ભાજપે આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે જવાબ માંગ્યો હતો. સાથે જ આ સમગ્ર મામલાની તપાસ સંસદીય સમિતી પાસે કરાવવાની માંગ કરી હતી. રાવે કહ્યું કે, કોંગ્રેસનાં શાસનમાં ભ્રષ્ટાચાર ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ રમત કરવામાં આવી હતી. UPA-2માં ભારતીય સેના વિરોધી ષડયંત્ર રચવામાં આવ્યુ હતુ.
કોંગ્રેસનાં ચાર વરિષ્ઠ નેતાઓએ ભારતીય સેના વિરોધી સમાચારો છપાવ્યા હતાઃ રાવ
  • અગાઉ ધ સન્ડે ગાર્ડિયનએ તેમના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે 2012માં સેના દ્વારા બળવાનાં સમાચારોની પાછળ કોંગ્રેસનાં નેતાઓનો હાથ હતો. રિપોર્ટ પ્રમાણે આ સમાચારો અંગે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે આઈબીનાં અધિકારીઓ સાથે મુલાકાત કરી આ સમાચારો વિશે જાણકારી માંગી હતી. આઈબીનાં અધિકારીઓએ જણાવ્યુ હતુ કે આવો કોઈ પ્રયત્ન નથી કરાઈ રહ્યો. આ દરમિયાન મનમોહન સરકાર પર ભ્રષ્ટાચારનાં ઘણા આરોપો લગાવાયા હતા.
  • આ મામલામાં સામેલ IBનાં એક અધિકારીએ સન્ડે ગાર્ડિયનને જણાવ્યુ હતું કે, IBએ સ્પષ્ટ કર્યુ હતુ કે બળવા અંગેના કોઈ પ્રયાસો કરાવામાં આવ્યા ન હતા.
ભાજપે કોંગ્રેસને પૂછ્યા સવાલ
  • બળવાના ખોટા સમાચારો પાછળનો હેતુ શું હતો ?
  • કોણ આ પ્રકારની અફવા ફેલાવી રહ્યું છે?
  • કયા-કયા મંત્રી આમા સામેલ હતા ?
  • આ પ્રકારનાં સમાચાર પાછળ ગાંધી પરિવાર ખાસ કરીને રાહુલ ગાંધીનો હાથ તો ન હતો ?
  • શું ISI અથવા પાકિસ્તાનની આર્મીએ ભારતીય સેનાને બદનામ કરવા માટે તો આવું નથી કર્યુ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here