Sunday, November 28, 2021
Home2014ની લોકસભાની ચૂંટણી સમયે બોમ્બ બ્લાસ્ટ કરનાર નક્સલવાદીને ગુજરાત ATSએ ઝડપ્યો
Array

2014ની લોકસભાની ચૂંટણી સમયે બોમ્બ બ્લાસ્ટ કરનાર નક્સલવાદીને ગુજરાત ATSએ ઝડપ્યો

અમદાવાદ- ઝારખંડ: વર્ષ 2014ની લોકસભા ચૂંટણી સમયે ઝારખંડના ધનબાદ પાસે માઈન્સ બિછાવી પોલીસની જીપ પર હુમલો કરનાર નક્સલવાદી ની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. આ નક્સલવાદી અમદાવાદ નજીક આવેલી રણોદરા ની સ્ટીલની કંપનીમાં છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યો હતો. તે 4 વર્ષ પહેલા ઓઢવમાં વેપારી મહામંડળની કાંતિલાલ શેઠની સ્ટીલના પતરાની ફેક્ટરીમાં પણ કામ કરી ચૂક્યો છે.

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે ઝારખંડમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન રાજગંજ પોલીસ વિસ્તારમાં માઈન્સ બિછાવી પોલીસની જીપ ઉડાડનાર નક્સલવાદી સીતારામ માંઝી (ઉમર વર્ષ 45, રહે. ગામ – ધોવતણ, ધનબાદ) રણોદરા પાસે છુપાયો છે. એટીએસની ટીમે તેનો ઝડપી પુછપરછ કરતા તે વર્ષ 2004માં ધનબાદની ક્રાંતિકારી કિસાન કમિટી નામની નક્સલવાદી જોડાયો હતો. 2009માં ધનબાદ અંગરપતરા રેલવે પોલીસ સ્ટેશનમાં હુમલો કરી રાઈફલોની લૂંટના ગુનામાં ઝડપાયો હતો. તેના જ ગામની શાળામાં છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ છે.

નક્સલવાદી સીતારામ છેલ્લા 4 વર્ષથી ઓઢવમાં વેપારી મહામંડળની સ્ટીલના પતરાની ફેક્ટરીમાં કામ કરતો હતો અને એક વર્ષ પહેલા જ તે રણોદરા પાસે સ્ટીલની કંપનીમાં જોડાયો હતો. સીતારામને પકડવા માટે ઝારખંડની સરકારે એક લાખનું ઈનામ પણ જાહેર કર્યું છે. હાલમાં આરોપીને ઝારખંડ પોલીસેન સોંપવા તૈયારી શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments