Wednesday, December 8, 2021
Home2015ના વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયાનો વનડેમાં સક્સેસ રેટ 67%, કોઈ પણ ટીમ...
Array

2015ના વર્લ્ડકપ પછી ટીમ ઇન્ડિયાનો વનડેમાં સક્સેસ રેટ 67%, કોઈ પણ ટીમ કરતા વધારે

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે ન્યૂઝીલેન્ડમાં 10 વર્ષ પછી વનડે સિરીઝ જીતી હતી. આ જીત સાથે 2015 વનડે વર્લ્ડકપ પછી ભારતનો સક્સેસ રેટ 67.09% થઇ ગયો છે, જે દુનિયાની કોઈ પણ ટીમ કરતા વધારે છે. ભારતીય ટીમે 30 માર્ચ 2015થી અત્યાર સુધીમાં 79 વનડે રમી છે, જેમાંથી 53 મેચ જીતી છે. તેમજ આ દરમિયાન ભારતે જેટલી પણ ટીમો સામે મેચ રમી છે તેમાં અફઘાનિસ્તાનને બાદ કરતા દરેક સામે મેચ જીતી છે. એશિયા કપમાં અફઘાનિસ્તાન સામેની મેચ ટાઈ થઇ હતી.

ભારતે અફઘાનિસ્તાન સિવાય દરેક દેશ સામે જીત મેળવી

ટીમ મેચ જીત હાર ટાઈ નોરિસલ્ટ સક્સેસ રેટ
ઓસ્ટ્રેલિયા 13 7 6 0 0 53.84%
દક્ષિણ આફ્રિકા 12 8 4 0 0 66.67%
ન્યુઝીલેન્ડ 11 8 3 0 0 72.72%
વેસ્ટ ઇન્ડિઝ 10 6 2 1 1 60.00%
શ્રીલંકા 9 7 2 0 0 77.78%
ઇંગ્લેન્ડ 6 3 3 0 0 50.00%
ઝિમ્બાબ્વે 6 6 0 0 0 100%
બાંગ્લાદેશ 6 4 2 0 0 66.67%
પાકિસ્તાન 4 3 1 0 0 75.00%
હોંગકોંગ 1 1 0 0 0 100%
અફઘાનિસ્તાન 1 0 0 1 0 0%

 

ઇંગ્લેન્ડનો સક્સેસ રેટ ભારત કરતા 0.85% ઓછો 

ભારત પછી ઇંગ્લેન્ડ બીજા નંબરે આવે છે. વર્લ્ડ નંબર 1 ઇંગ્લેન્ડ 2015ના વર્લ્ડકપ પછી 77 વનડે રમ્યું છે, જેમાંથી 66.23% ના સક્સેસ રેટ સાથે 51 મેચમાં જીત મેળવી છે. ત્રીજા નંબરે દક્ષિણ આફ્રિકા છે, જેમને 68 વનડે રમી 42 મેચ જીતી છે.

વેસ્ટ ઇન્ડિઝનો સક્સેસ રેટ સૌથી ઓછો

વર્લ્ડકપ પછી મિનિમમ 20 વનડે રમનાર દેશમાં વેસ્ટ ઇન્ડિઝનો સક્સેસ રેટ સૌથી ઓછો છે. વિન્ડીઝે 57 મેચ રમી છે જેમાંથી 26.32% ના સક્સેસ રેટ સાથે માત્ર 15 મેચ જીતી છે. ઓવરઓલ જોઈએ તો પાપુઆ ન્યુ ગિનીનો સક્સેસ રેટ સૌથી ઓછો છે. તેમણે 16માંથી ફક્ત 4 મેચ જીતી છે. તેમનો સક્સેસ રેટ 25% છે, પરંતુ તેમનો અત્યારે ICC રેન્કિંગમાં સમાવેશ થતો નથી.

છેલ્લા 46 મહિનામાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે સૌથી વધુ 13 વનડે રમી 

ભારતીય ટીમે વર્લ્ડકપ પછી સૌથી વધુ 13 વનડે ઓસ્ટ્રેલિયા સામે રમી છે. તેમાંથી ભારત 7 મેચ જીત્યું છે જયારે 6 મેચમાં હારનો સામનો કર્યો હતો. જયારે અફઘાનિસ્તાન અને હોંગકોંગ સામે ભારત માત્ર એક વનડે રમ્યું છે. હોંગકોંગ સામે ભારત એશિયા કપમાં 26 રને જીત્યું હતું જયારે અફઘાનિસ્તાન સામેનો મુકાબલામાં ટાઈ થઇ હતી.

હોંગકોંગ-ઝિમ્બાબ્વે સામે ભારતનો સક્સેસ રેટ 100 %

હોંગકોંગ સિવાય ઝિમ્બાબ્વે સામે પણ ભારતનો સક્સેસ રેટ 100% છે. ભારતે ઝિમ્બાબ્વે સામે રમેલી 6માંથી 6 વનડે જીતી હતી. ભારતનો ઇંગ્લેન્ડ સામે સક્સેસ રેટ સૌથી ઓછો છે, તેમની સામે રમેલી 6માંથી ભારતે 50% ના સક્સેસ રેટ સાથે 3 મેચ જીતી હતી.

ઓસ્ટ્રેલિયા સક્સેસ રેટમાં 12માં નંબરે

ટીમ મેચ જીત હાર ટાઈ નોરિસલ્ટ સક્સેસ રેટ
ભારત 79 53 23 2 1 67.08%
ઇંગ્લેન્ડ 77 51 21 1 4 66.23%
દક્ષિણ આફ્રિકા 68 41 26 0 1 60.29%
ન્યુઝીલેન્ડ 71 39 29 0 3 54.93%
પાકિસ્તાન 69 35 32 0 2 50.72%
અફઘાનિસ્તાન 55 30 22 1 2 54.54%
બાંગ્લાદેશ 55 30 22 0 3 54.54%
નેધરલેન્ડ્સ 2 1 1 0 0 50.00%
હોંગકોંગ 18 9 8 0 1 50.00%
નેપાલ 6 3 3 0 0 50.00%
સ્કોટલેન્ડ 26 12 11 1 2 46.15%
ઓસ્ટ્રેલિયા 66 29 34 0 3 43.94%
આયર્લેન્ડ 43 17 24 0 2 39.53%
યુએઈ 25 9 16 0 0 36.00%
શ્રીલંકા 79 23 50 1 5 29.11%
ઝિમ્બાબ્વે 74 20 50 2 2 27.07%
વેસ્ટ ઇન્ડિઝ 57 15 37 2 3 26.32%
પાપુઆ ન્યૂ ગિની 16 4 12 0 0 25.00%
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments