Sunday, September 19, 2021
Home2017 માં CRPF કેમ્પ હુમલાના મુખ્ય આરોપી જૈશ આતંકી નિસારની ધરપકડ
Array

2017 માં CRPF કેમ્પ હુમલાના મુખ્ય આરોપી જૈશ આતંકી નિસારની ધરપકડ

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈ)એ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)થી જૈશ-એ-મોહમ્મદના આતંકી નિસાર અહમદ તાંત્રેની ધરપકડ કરી છે. તેને 31 માર્ચે ભારત લાવવામાં આવ્યો હતો. નિસાર 1 ફેબ્રુઆરી 2019ના રોજ યુએઈ ભાગી ગયો હતો. નિસાર 2017માં લેથપોરામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકી હુમલામાં મુખ્ય આરોપી છે. હુમલામાં 5 જવાન શહીદ થયા છે. તેમાં ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

નિસાર વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કરવામાં આવ્યો છે

નિસાર તાંત્રે જૈશના દક્ષિણી કાશ્મીરના ડિવિઝનલ કમાન્ડર નૂર તાંત્રેનો ભાઈ છે. એનઆઈએ લેથપોરા હુમલાની તપાસ કરી રહ્યા હતા. એનઆઈએ કોર્ટના સ્પેશિયલ જજે નિસાર વિરુદ્ધ અરેસ્ટ વોરન્ટ જાહેર કર્યો હતો. તેના આધારે તેને યુએઈથી લાવવામાં આવ્યો છે. માનવામા આવે છે કે, નૂર તાંત્રેએ ખીણ વિસ્તારમાં જૈશની ઘણી મદદ કરીહતી. ડિસેમ્બર 2017માં એક એન્કાઉન્ટર દરમિયાન તેને ઠાર કરવામાં આવ્યો હતો.

હુમલામાં સામેલ હતો એક પાકિસ્તાન આતંકી

લેથપોરા કેસમાં જ પુલવામાના અવિંતિપુરામાં રહેતા ફૈયાઝ અહમદ મેગ્રેની ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. હુમલામાં જે ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા તેમની ઓળખ ત્રાલમાં રહેતા ફરદીન અહમદ ખાંડે, પુલવામાના દ્રુબગ્રામમાં રહેતા મંજૂર બાબા અને પાકિસ્તાની આતંકી અબ્દુલ શકૂર તરીકે થઈ હતી. શકૂર પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરના રાવલકોટમાં રહેતો હતો. ફૈયાઝ જૈશનો સક્રિય સભ્ય હતો. તેણે જ હુમલામાં સામેલ આતંકીઓને છુપાવવાનું ઠેકાણુ, હથિયાર અને ખાનગી માહિતી પૂરી પાડી હતી.

યુએઈ કરી રહ્યું છે મદદ

આ પહેલાં પણ યુએઈ ઘણાં ભાગેડુ લોકોને ભારતને સોંપી ચૂક્યુ છે. યુએઈ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદવાના મામલે લાંચના આરોપી ક્રિશ્ચિયન મિશેલ, આ કેસમાં કથિત દલાલ જીપક તલવાર સિવાય આઈએસઆઈએસના સમર્થકો, ઈન્ડિયન મુઝાહિદ્દીનનો આતંકી અબ્દુલ વાહિદ સિદ્દિદબાપા અને 1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી ફારુખ ટકલા જેવા આતંકીઓને ભારતને સોંપી ચૂક્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments