Wednesday, December 8, 2021
Home2018માં ચિકનગુનિયામાં રાજ્યમાં વડોદરા નંબર-1, સૌથી વધુ 569 કેસ નોંધાયા
Array

2018માં ચિકનગુનિયામાં રાજ્યમાં વડોદરા નંબર-1, સૌથી વધુ 569 કેસ નોંધાયા

વડોદરાઃ મચ્છરોનો ઉપદ્રવ શહેરમાં ઓછો થઇ રહ્યો નથી, ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગે વડોદરાને ચિકનગુનિયાના વાવરમાં નંબર-1નું બિરુદ આપ્યુ છે અને ડેન્ગ્યુ-ચિકનગુનિયા માટે ચોક્કસ રસી કે સારવાર ઉપલબ્ધ ન હોવાથી મચ્છર ઉત્પતિ નિયંત્રણ પર કેન્દ્રીત કરવાની લેખિતમાં ‘સલાહ’ આપી છે.

સિઝનલ ફ્લૂના કારણે 14 નાગરિકોના મૃત્યુ થયા હતા

વર્ષ 2017ની સરખામણીમાં વર્ષ 2018માં રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં 62 ટકાનો વધારો થયો હતો. રાજ્યમાં નોંધાયેલા કુલ ડેન્ગ્યુ કેસોના 8.9 ટકા એટલે 660 કેસ માત્ર વડોદરા પાલિકાની હદમાંથી નોંધાયા હતા. 2018માં ચિકનગુનિયાના સૌથી વધુ 569 કેસ વડોદરામાંથી નોધાયા હતા, કે જે રાજ્યના કુલ કેસોના 47 ટકા છે. 2018ના વર્ષમાં શહેરમાં ડેન્ગ્યુના 5074 દર્દીઓ નોંધાયા હતા અને તેમાંથી 652 દર્દીઓના લેબોરેટરી રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. તો સિઝનલ ફ્લૂના કારણે 14 નાગરિકોના મૃત્યુ થયા હતા. વર્ષ 2018માં વાહકજન્ય રોગચાળાની માફક પાણીજન્ય રોગચાળાએ પણ ભય ફેલાવ્યો હતો અને કમળાના જ 400 દર્દીઓ આરોગ્ય વિભાગમાં નોંધાયા હતા.

વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગને સંબોધીને સલાહ પત્ર

રાજ્યના આરોગ્ય અને તબીબી સેવાઓના અધિક નિયામક પીવી દવે તરફથી વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગને સંબોધીને ખાસ સલાહપત્ર આપવામાં આવ્યો છે.

2018માં રોગચાળાનો વાવર

ડેન્ગ્યુ શંકાસ્પદ 5075
ડેન્ગ્યુ પોઝિટવ 652
ચિકનગુનિયા શંકાસ્પદ 2102
ચિકનગુનિયા પોઝિટિવ 548
મેલેરિયા શંકાસ્પદ 372336
મેલેરિયા પોઝિટિવ 511
ઝેરી મેલેરિયા શંકાસ્પદ 511
ઝેરી મેલેરિયા પોઝિટિવ 37

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments