Sunday, October 17, 2021
Home2019ની લોકસભા ચૂંટણી માથે અને ભાજપના એક પછી એક દિગ્ગજ નેતાઓ બીમાર...
Array

2019ની લોકસભા ચૂંટણી માથે અને ભાજપના એક પછી એક દિગ્ગજ નેતાઓ બીમાર પડવા લાગ્યા છે

ભાજપનાં મોવડી મંડળમાં કહી શકાય એવા નેતાઓ એક પછી એક બીમાર પડી રહ્યાં છે. હાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વાઈન ફ્લૂની ઝપેટમાં આવતાં તેઓ દિલ્હી એઈમ્સમાં સારવાર હેઠળ છે. પરંતુ ભાજપના ઘણા અગ્રણી નેતાઓ એવા છે કે એક કે બીજી માંદગીથી પીડાઈ રહ્યા છે. નાણા પ્રધાન અરૂણ જેટલીએ પાછવા વર્ષે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. એ પછી પણ તેઓ સપૂર્ણ સ્વસ્થ થયા નથી.

બુધવારે અચાનક બીમાર પડી જતાં તેઓ તાત્કાલિક સારવાર માટે અમેરિકા જવા રવાના થયાં હતાં. તો વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ પણ આરોગ્યને કારણે રાજકીય નિવૃત્તીની જાહેરાત કરી ચૂક્યા છે. 2016માં જ તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી.

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન બન્યા બાદ ગોવાના મુખ્યપ્રધાન પદે બેઠેલા મનોહર પાર્રિકર સ્વાદુપિંડના કેન્સરતી પીડાઈ રહ્યાં છે. તેઓ લાંબો સમય સુધી સારવાર માટે અમેરિકા રોકાયા હતા. અને પછી ફરીથી તબીયત લથડતાં દિલ્હી એઈમ્સમાં પણ સારવાર લીધી હતી. ત્યાર બાદ તેઓ નાકમાં નળી સાથે ઓફિસ આવ્યા હતા.

તો કેન્દ્રીય રોડ અને વાહનવ્યવહાર પ્રધાન નીતિન ગડકરીને આમ તો કોઈ મોટી સમસ્યા નથી. પણ અગાઉ તેઓ મેદસ્વીતાનું ઓપરેશન કરાવી ચુક્યા છે. શરીરનું કદ અતિશય વધી જાય છે. અને ડાયાબિટીસ છે. થોડા સમય પહેલા જ તેઓ એક કાર્યક્રમમાં મંચ પર અચાનક બેભાન થઈ ગયા હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments