2019નો મેનીફેસ્ટો બનાવવા માટે કોંગ્રેસ રઘુરામ રાજનની સલાહ લેશે

0
42

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી 2019માં કોંગ્રેસે રોજગાર અને કૃષિ વિકાસ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પૂર્વ ગવર્નર રધુરામ રાજન સહિત ઘણા નિષ્ણાતો સલાહ લઈને કોંગ્રેસ દસ્તાવેજો તૈયાર કરી રહી છે, જેને પાર્ટી તેના મેનીફેસ્ટોમાં સમાવેશ કરશે.

કોંગ્રેસ રણનીતિ પર કામ કરી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રોજગાર અને ખેડૂતોનાં મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા પાંચ વર્ષોથી ઘેરી રહ્યાં છે. લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસ આ બન્ને મુદ્દાઓ માટેની રણનીતિ પર કામ કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સહિત ઘણા નિષ્ણાતોની સલાહ પર વિઝન દસ્તાવેજ બનાવી રહી છે. અગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આ સલાહ સૂચનોનો તેમણા મેનીફેસ્ટોમાં સમાવેશ કરશે.

કોંગ્રેસ રોજગાર અને ખેડૂતોનાં મુદ્દે રિપોર્ટ બનાવી રહી છે.

કોંગ્રેસ અધ્યક્ષ પોતાની દરેક રેલીઓમાં રોજગાર અને ખેડૂતોનાં મુદ્દાઓ ઉઠાવી રહ્યાં છે. સૂત્રો પ્રમાણે રાહુલ ગાંધીએ દુબઈ પ્રવાસ દરમિયાન રઘુરામ રાજન સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. રાજને આ અંગે રિપોર્ટ પણ બનાવ્યો છે, જેનો ઉપયોગ પાર્ટી તેના મેનીફેસ્ટોમાં કરશે. રઘુરામ રાજન યુપીએ-2 સરકારમાં ઓગષ્ટ 2012થી સપ્ટેમ્બર 2013 સુધી આર્થિક સલાહકાર રહી ચુક્યા છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે મેનીફેસ્ટોની કમિટી પણ બનાવી છે. જેની જવાબદારી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને અધ્યક્ષ બનાવાયા છે. આ ઉપરાંત સામ પિત્રોડા અને શશિ થરૂર જેવા નિષ્ણાતો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here