2019માં 5G ફોન ખરીદવાનું ટાળવું જોઈએ, કેટલાંક જાણવા જેવા કારણો

0
56

ગેજેટ ડેસ્ક. દેશ અને દુનિયામાં મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ સ્પર્ધા વધી છે. હાલ 4G ફોનની બોલબાલા વચ્ચે મોબાઈલ ઉત્પાદક કંપનીઓ 5G સ્માર્ટફોન ઉપર પણ કામ કરી રહી છે. હવે ટૂંક સમયમાં જ 5G ફોનની જાહેરાતો પણ સાંભળવા મળશે. જાહેરાતમાં એવું હશે કે, 5G ફોન ખૂબ મહાન છે અને તેના વિના આપનું કામ ચાલશે નહીં. 5G ફોન આ વર્ષે જ લોન્ચ થઈ જશે. જોકે અહીં સવાલ એ છે કે 2019માં 5G ફોન ખરીદવો જોઈએ કે નહીં. તે અંગે જાણવા જેવી કેટલિક ટીપ્સ અહીં પ્રસ્તુત છે.

5G ફોનમાં અલગ 5G મોડેમની જરૂર પડશે

ભારતમાં જ્યારે 5G ફોન આવી જશે ત્યારબાદ ઝડપથી ડેટા ટ્રાન્સફર થઇ શકશે. સ્પીડના કારણે રિયલ ટાઇમ એપ પણ સારું પર્ફોમ કરશે. વીઆર, એઆર, એપ્સનો પણ ફેલાવો થશે. આ ઝડપી ડેટાને સંભાળવા માટે કંપનીઓને તેના ફોનમાં પણ ઘણા ફેરફાર કરવા પડશે. આ વર્ષે જે 5G ફોન લોન્ચ થશે તે હાલમાં ઉપલબ્ધ ફોનની સરખામણીમાં વધુ ભારે, મોટા અને તેની બેટરી નબળી હશે. આ 5G ફોનને અલગ 5G મોડેમની જરૂર પડશે. જે ચિપ્સને પ્રોસેસિંગમાં મદદ કરશે. તેનાથી ગ્રાફિક્સ સારા બનશે. 5G કનેકશનને મેન્ટેન કરવા માટે વધુ એન્ટેના જોઈશે અને પાતળા ફોનની એક લિમિટ હોય છે.

આ કારણથી આ ફોન જાડા હશે. સેમસંગની જ વાત કરીએ તો ગેલેક્સી S10 5G બીજા ગેલેક્સી S10થી મોટો છે. સ્વાભાવિક છે કે, 5Gના હાર્ડવેર તેમાં લાગ્યાં છે અને તેમાં મોટી બેટરી પણ છે. ફર્સ્ટ જનરેશનના ફોનમાં કંપનીએ 4G ફોનમાં રહેલી સુવિધા પણ આપવી પડશે. કારણ કે, તેમણે હજુ તો 4G પર જ કામ કરવાનું છે. હાર્ડવેરમાં સુધારો 2020માં થશે. ત્યાં સુધી ફર્સ્ટ જનરેશનના 5G ફોન્સ થોડા હેવી અને સાઇઝમાં મોટા જ રહેશે.

હજુ નેટવર્ક તૈયાર નથી

5Gમાં હાઈ-ફ્રીકવન્સી સિગ્નલ્સ હશે. તેનું ઠેર-ઠેર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જોકે તેમાં સિગ્નલ બ્લોક હોવાની સમસ્યા ઊભી થઇ હતી. આ મિલીમીટર વેવ પર કામ કરશે. આ ફ્રીકવન્સી 4G એલટીઇ (Long-Term Evolution) કરતાં 10થી 100 ગણી હાઈ હશે. આ કારણથી સિગ્નલમાં ડેટા માટે તો સંભાવના છે પરંતુ એ ક્યારેય અટકી પણ જાય છે. 2019માં નવા 5G ફોન માટે વ્યવસ્થિત નેટવર્ક તૈયાર જ નથી. આ માટે કંપનીઓએ મોટું રોકાણ પણ કરવું પડશે, ત્યારબાદ 5G માટે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે.

આ યોગ્ય સમય નથી

2019માં આ ટેક્નોલોજીનું કોઈ ડિવાઇસ નથી આવી રહ્યું કે તેની રાહ જોવી જોઇએ. હજુ આ ફોન મોંઘા છે, સાઇઝમાં પણ મોટા છે તેમજ સક્ષમ પણ નથી. જો કસ્ટમર્સ તેને ખરીદી લેશે તો તે કેટલીક જગ્યાએ કામ પણ નહીં કરે. નેટવર્ક તૈયાર કરતી કંપની ફોન બનાવતી કંપનીથી ખૂબ પાછળ છે. 4G જેવું નેટવર્ક બનાવવામાં જ ઘણાં વર્ષ લાગી જશે. આ વર્ષે 5G ફોન તો જ ખરીદવો જ જોઇએ જો કોઈ ખાસ મોડલમાં તે ડિફોલ્ટ વિકલ્પ રૂપે આપેલો હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here