Thursday, September 23, 2021
Home2019 લોકસભા ની ચૂંટણી માં આ મહિલા ઓ ચૂંટણી લડશે નહીં પણ...
Array

2019 લોકસભા ની ચૂંટણી માં આ મહિલા ઓ ચૂંટણી લડશે નહીં પણ લડાવશે

લોકસભાની ચૂંટણીના બ્યૂંગલ ફૂંકાય ચૂક્યા છે ત્યારે હવે લોકસભા ચૂંટણી માટે કેન્દ્ર સ્થાને અલગ અલગ રાજ્યમાંથી 4 મહિલાઓ છે, જે જીત માટેની મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. જો કે આ 4 મહિલાઓ ચૂંટણી નહીં લડે પણ પોતપોતાની પાર્ટીને ચૂંટણી જીતાવવાનું કામ કરશે. આ મહિલાઓ ચૂંટણી જીતવા માટેની મોટી દાવેદાર માનવામાં આવી રહી છે ઉપરથી જે વિસ્તારમાં તે ચૂંટણી લડે તેની આસપાસના વિસ્તારોને પણ જીતનો ફાયદો મળે તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. ત્યારે નજર કરીએ વિવિધ રાજ્યોની એ ચાર મહિલાઓ પર જે લોકસભા ચૂંટણીમાં પોતપોતાની પાર્ટી માટે બેકગ્રાઊન્ડ આર્ટિસ્ટનું કામ કરવાની છે.

માયાવતી

લોકસભાની ચૂંટણીની શરૂઆત સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીએ કરી હતી. જે બંન્ને નેતાઓએ ગઠબંધન કરી ઉત્તર પ્રદેશની સીટો વહેંચી દીધી હતી. અખિલેશ યાદવ ચૂંટણી લડશે. તેમણે પોતાની તો ઠીક પણ તેમના પરિવારને પણ ટિકિટ આપવામાં પાછુ વળીને નથી જોયું, પણ આ વચ્ચે માયાવતી કઈ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડશે તેના અંગે સસ્પેન્સ યથાવત્ત છે. માયાવતીએ હજુ પણ કઈ સીટ પરથી ચૂંટણી લડશે તે બાબતે મગનું નામ મરી નથી પાડ્યું. લાગી રહ્યું છે કે, માયાવતી આ લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે બેકગ્રાઊન્ડમાં રહીને કામ કરશે. પરંતુ એક રીતે માનવામાં આવે તો માયાવતી જો ચૂંટણી લડશે તો બસપાને એક સીટનો ફાયદો તો થવાનો જ. પણ શું ખબર ? આ વખતે માયાવતી બેકગ્રાઊન્ડ આર્ટિસ્ટનું કામ કરી જીતના ઢોલ વગાડી દે.

મમતા બેનર્જી

માયાવતી જ્યાં ઉત્તર પ્રદેશની કમાન સંભાળી રહી છે ત્યાં બીજી તરફ મમતા બેનર્જી પશ્ચિમ બંગાળામાં આ કામ કરી રહી છે. શરૂઆતમાં તો ભાજપના કોઈ પણ નેતાની રેલી પશ્ચિમ બંગાળામાં ન થવા દઈ તેણે મોદી સરકાર સામે રાજકીય યુદ્ધનું રણશીંગુ ફુંક્યું હતું. એ પછી ભાજપ વિરોધી અને વિપક્ષના તમામ નેતાઓ જે મોદી નીતિના વિરોધી છે તેમને પશ્ચિમ બંગાળામાં એક મંચ પર હાજર કરી મોદીની નીતિઓને ખુલ્લી પાડી દીધી હતી. આ વચ્ચે મહાગઠબંધનની 2019માં પહેલી બેઠક જોવા મળી હતી. એ પછી સીબીઆઈના કારણે પશ્ચિમ બંગાળામાં મમતા દીદી કેન્દ્રમાં આવી ગયા હતા. પણ આ વખતે તેઓ ચૂંટણી લડે તેવી કોઈ શક્યતા દેખાઈ નથી રહી. ભાજપને બંગાળમાં પગપેસારો કરતા હજુ ઘણી વાર લાગે તેમ છે કારણ કે ત્યાં દીદીનું વર્ચસ્વ છે. મમતા બેનર્જી હાલ તો બીજી મહિલા નેતાઓની માફક જ પોતાની પાર્ટી અને મહાગઠબંધનના નેતાઓને જીતાવવા માટેનું તે કામ કરશે. આ વચ્ચે મમતા બેનર્જી ભાજપને લોકસભાની ચૂંટણી લડ્યા વિના કેટલું નુકસાન કરી શકે છે તે જોવું રહ્યું.

મહેબુબા મુફ્તી

પીડીપીની નેતા મોહમ્મદ મુફ્તી સઈદ પણ આ વખતે ચૂંટણી નહીં લડે. આમ તો આ વર્ષે જ ભાજપે પીડીપી સાથે છેડો ફાડી નાખ્યો છે એટલે પીડીપી નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તેમની હાજરીમાં આતંક વકરી રહ્યો તો ત્યારે ભાજપે તેમની પાર્ટી સાથે છૂટાછેડા કરવાનું મન બનાવી લીધું હતું. હજુ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પોતાની કિસ્મત અજમાવવાના છે, પણ લોકસભાની ચૂંટણી લડ્યા વિના મહેબુબા મુફ્તી ભાજપના દાંત ખાટા કરશે કે કેમ એ પણ જોવાનું રહેશે.

પ્રિયંકા ગાંધી

આ તમામ મહિલા નેતાઓમાં સૌથી મોટું નામ પ્રિયંકા ગાંધીનું છે. પ્રિયંકા ગાંધી વિધિવત્ત રીતે રાજકારણમાં એન્ટ્રી મારી ચૂકયા છે. હાલ તેઓ ઉત્તર પ્રદેશમાં ભાજપ વિરૂદ્ધ જોરોશોરોથી પ્રચાર કરી રહ્યા છે. વોટ માટેની બોટ યાત્રા હોય કે પ્રિયંકાએ પોતાનું પહેલું રાજકીય ભાષણ પણ ગુજરાતના અડાલજ ખાતેથી આપી મોદી સરકાર પર પ્રહાર કર્યા હોય. પ્રિયંકાના માથે મોટી જવાબદારી છે કારણ કે તેમને ઉત્તરપ્રદેશ પશ્ચિમના પ્રભારી નિમવામાં આવ્યા છે, ઉપરથી કોંગ્રેસના મહાસચિવ પણ છે.

પ્રિયંકાના ખભ્ભા પર જે બેઠકો પર કોંગ્રેસને જીતાડવાની જવાબદારી છે તેમાં યોગી આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી જેવા કદાવર નેતાઓની સીટોનો સમાવેશ છે. ઉપરથી પ્રિયંકા રાજકારણમાં ન હોવા છતાં રાજકારણમાં ઈન્ટ્રેસ લઈ રહ્યા હતા ત્યારે હવે તેઓ રાજકારણમાં વિધિવત્ત રીતે પ્રવેશ મેળવ્યા બાદ પણ ચૂંટણી નહીં લડે. એટલે તેમના માટે એક જ જેવી સ્થિતિ છે. માત્ર રાહુલ ગાંધી માટે બેક સપોર્ટનું કામ કરી મોદી સરકારને હરાવવા માટે પગલાં ભરશે. જોકે કોંગ્રેસના કાર્યકરો ઉમ્મીદ રાખી રહ્યા હતા કે પ્રિયંકા ગાંધી તેમની દાદી ઈન્દિરાની માફક વાજતે ગાજતે ચૂંટણીના મેદાનમાં ઉતરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments