સુરત : રેલવે સ્ટેશન પરથી 202 કિલો ગાંજો ઝડપાયો : પોલીસે ચાર આરોપીની અટકાયત કરી.

0
10

સુરત રેલવે સ્ટેશન પરથી ગાંજાનો જથ્થો રેલ્વે ની NDPS સ્કોડે ગાજા ના જથ્થા સાથે ચાર ને પકડી પાડી આગળ ની તપાસ હાથ ધરી છે. 202 કિલો ગાંજાનો જથ્થો રેલવે સ્ટેશનથી પકડાતા અધિકરીઓ દોડતા થઈ ગયા છે. જોકે આ પ્રકરણમાં પોલીસે ચાર આરોપીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ ગાંજાનો જથ્થો ઓડિશાથી સુરત ટ્રેન મારફતે લવાય રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઓડિશાથી સુરતમાં વેચાણ માટે ગાંજો લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
ઓડિશાથી સુરતમાં વેચાણ માટે ગાંજો લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

 

20 લાખથી વધુનો જથ્થો ઝડપાયો

પોલીસ સૂત્રો એ જણાવ્યું હતું કે, ગાંજાનો જથ્થો પ્લેટફોર્મ નંબર 1 પર પોલીસે ઓપરેશન કરી પકડાયો છે. તમામ આરોપીઓ ખૂંખાર હોવાથી અન્ય ટીમની પણ મદદ લેવાઈ હતી. રેલવે LCB અને GRP સાથેના રેસ્ક્યુ ઓપરેશનમાં આટલો મોટો જથ્થો પકડાયો છે. જોકે હજી સુધી ગાંજાનો આ જથ્થો ક્યાં ડિલિવરી કરવાનો હોય એ બાબત જાણી શકાય નથી. તેમજ આરોપીઓ કેટલીવાર આવા ગાજા ના જથ્થાની ડિલિવરી માટે સુરત આવ્યા હોવા બાબતે તપાસ ચાલી રહી છે. 202 કિલો ગાંજાનો જથ્થો અંદાજે રૂ 20 લાખથી વધુ નો હોવાનું પોલીસ નું તારણ છે.

પકડાયેલા ચારમાંથી બે આરોપી વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા ચારમાંથી બે આરોપી વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે.

 

ગાંજા કેસ આરોપીઓમાંથી બે વિદ્યાર્થી

(1) અજય અપલ જૈના (ઉ.વ.આ.22) અભ્યાસ કરે છે. રહે. ગામ. સુમંડલ પોસ્ટ. સુમંડલ તા.કોદલા જી. ગંજામ (ઓડિશા) પાસેથી નંગ-02 વજનદાર કોથળા
(2) સુર્યનારાયણ ઉર્ફે સમીર રમેશચંદ્ર શાહુ (ઉ.વ.20 )અભ્યાસ કરે છે.રહે. ગામ. કોદલા, ઇન્ડીયન પેટ્રોલપંપની બાજુમાં ,સચીના રોડ, તા.થાના. કોદલા જી.ગંજામ (ઓડિશા) પાસે નંગ-01 વજનદાર કોથળા
(3) પીન્ટ બિબાધરા જાતે પોલાઇ (ઉ.વ.આ.22) ધંધો.મજુરી રહે. ગામ. કોરલા, ભાઇગા સાહી (મહોલ્લો) જગન્નાથ મંદીરની બાજુમાં તા.થાના. કોદલા જી.ગંજામ (ઓડિશા) પાસે નંગ 02 વજનદાર કોથળા
(4) હરા જોગીન્દર શાહું (ઉ.વ.22) ધંધો. સંચાખાતામાં મજુરી રહે. હાલ, આશાપુરી – ગલી નં.-1 ભાડેથી, પાન્ડેસરા સુરત. મુળ.ગામ. સુમંડલ , પંજાબી સાહી (મહોલ્લો) પોસ્ટ. સુમંડલ તા.કોદલા જી. ગંજામ (ઓરીસ્સા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here