2021 TVS Star City Plus ભારતમાં થયું લોન્ચ : 15 ટકા વધારે આપશે માઈલેજ, જાણો કિંમત.

0
10

2021 TVS Star City Plus ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. ઊએ મોટર કંપનીની પોતાની નવી 2021 Star City Plusના રોટો પેટલ ડિસ્ક બ્રેકની ભારતીય માર્કેટમાં એક્સ-શોરૂમ કિંમત 68465 રૂપિયા રાખવામાં આવી છે. અસલમાં હાલમાં જ કંપનીએ પોતાની આ સ્પેશિયલ એડિશનવાળી બાઈકનું ટીઝર લોન્ચ કર્યું હતું, જેના પછી તે લોકોમાં ઘણુ લોકપ્રિય બન્યું છે.

2021 TVS Star City Plus માર્કેટમાં રેડ બ્લેક ડ્યુઅલ ટોન કલર સ્કીમમાં ઉપલબ્ધ છે. આ નવી બાઈકમાં કંપની તરફથી આઊઇઘ અથવા ઈકો થ્રસ્ટ ફ્યુઅલ ઈન્જેક્શન ટેકનીક આપવામાં આવી છે. જેનાથી જૂના મોડેલની સરખામણીએ આ બાઈક 15 ટકા વધુ ફ્યુલ એફિશીયન્ટ છે. જણાવી દઈએ કે TVS Star City Plus કંપનીની એક લોકપ્રિય બાઈક છે, જેણે ભારતીય માર્કેટમાં છેલ્લા વર્ષોથી પોતાની ધાક જમાવીને રાખી છે. આ બાઈકને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ ગ્રાહકોએ ખરીદી છે.

 

પાવર પરફોર્મન્સની વાત કરીએ તો 2021 TVS Star City Plusમાં પાવરના BS6 કમ્પ્લાયન્ટવાળા 110 CC, સિંગલ સિલિન્ડર, ફ્યુઅલ ઈન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. તેનું એન્જિન 7350 rpm પર 8.08 bhpનો મેક્સિમમ પાવર અને 4500 rpm પર 8.7 nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 4 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે.

સ્પીડની વાત કરીએ તો 2021 TVS Star City Plusમાં 90 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે. 2021 TVS Star City Plusના ફ્રન્ટમાં ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. જ્યારે તેના રિયરમાં 5 સ્ટેપ એડજસ્ટેબલ રિયર શોક્સ આપવામાં આવ્યું છે. તેમાં 17 ઈંચનું વ્હીલ આપવામાં આવ્યું છે, જે ટ્યૂબલેસ ટાયર્સ સાથે આવે છે. જણાવી દઈએ કે BCS ફીચરથી લેસ 2021 TVS Star City Plusના ડ્રમ વેરિયન્ટની એક્સ શો-રૂમ કિંમત 65865 રૂપિયા છે. તેનું રેગ્યુલર મોડેલ પાંચ કલર ઓપ્શનની સાથે આવે છે.

તેમાં બ્લેક રેડ, બ્લેક બ્લૂ, ગ્રે બ્લેક, રેડ બ્લેક અને વ્હાઈટ બ્લેક સામેલ છે. આ બાઈકમાં તમને યુએસબી ચાર્જરનું ફીચર પણ મળશે. આથી ડ્રાઈવિંગ દરમિયાન તમે તમારો ફોન પણ ચાર્જ કરી શકશો. સારી માઈલેજ આપવાની સાથે આ બાઈક પેટ્રોલમાં તમારા પૈસા બચાવશે તેવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. અને જૂના મોડલની સરખામણીએ નવું 2600 રૂપિયા વધારે મોંઘુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here