2030 સુધીમાં ગુજરાતની માથાદીઠ આવક 1.50થી 5.2 લાખ થશે: રૂપાણી

0
26

ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત સમિટના બીજા દિવસે વિકાસની ભાવિ રૂપરેખા આપતી ‘ગુજરાત’સ સ્પ્રિન્ટ ટુ 2022 એન્ડ બિયોન્ડ’ ઇવેન્ટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 2030 સુધીમાં રાજ્યની માથાદીઠ આવક હાલના 1.50 લાખથી 5.2 લાખ થઈ જશે. તથા રાજ્યના અર્થતંત્રનું કદ 11 લાખ કરોડથી વધીને 40 લાખ કરોડ થઈ જશે. ‘સ્પ્રિન્ટ 2022’ દ્વારા આપણે આવતીકાલના ગુજરાતનું સર્જન કરવા ઇચ્છીએ છીએ. રૂપાણીએ કહ્યું હતું કે ‘સ્પ્રિન્ટ (સ્પ્રિન્ટ એટલે અત્યંત તેજ ઝડપે ટૂંકું અંતર કાપવું) 2022’ એ સરકારની કામગીરી પૂરતું સીમિત નથી પણ તે સામાન્ય લોકોની જિંદગીને સ્પર્શનારો વિષય છે. રૂપાણીએ કહ્યું કે આજે ગુજરાતની ઇકોનોમી વિયેતનામ, ન્યૂઝીલેન્ડ અને યુક્રેન જેવા દેશના અર્થતંત્ર કરતાં પણ મોટી છે.

રાજ્યનું અર્થતંત્ર ચાર ગણું વધીને 40 લાખ કરોડ થઈ જશે

અમે તમારી રાહ જોઇએ છીએ

પાવર સરપ્લસ સ્ટેટ ગુજરાત હવે ડ્રિંકિંગ વોટર સરપ્લસ સ્ટેટ બનવાની દિશામાં પણ આગળ વધી રહ્યું છે. રૂપાણીએ યુવાનોને આવકારતાં કહ્યું હતું કે, ગુજરાત’સ સ્પ્રિન્ટ ટુ 2022 તમારામાં રહેલા યુવા સાહસિક માટે જો તમારી પાસે સારો બિઝનેસ આઇડિયા છે, તો ગુજરાતમાં આપની પ્રતીક્ષા છે. ગુજરાત આપની માટે આદર્શ સ્થળ છે. અમે તમારી રાહ જોઇએ છીએ.

CM રૂપાણીનું પાણી પ્રોમિસ…

જામનગરનો ડિસેલિનેશન પ્લાન્ટ 2022 સુધીમાં કાર્યરત થશે. રોજ 10 કરોડ લિટર પીવાનું પાણી મળશે.

ગુજરાત પાણીની તંગીથી મુક્ત થઈ જશે.  રાજ્ય વૉટર સરપ્લસ સ્ટેટ બની જશે.

2022ના વાઇબ્રન્ટ સપના
  • ગિફ્ટ સિટીમાં સક્રિય એકમોની સંખ્યા અત્યારે 200 છે. 2022 સુધીમાં 400 થાય એ માટેના પ્રયાસો કરવામાં આવશે.
  • હાલ કુલ 764 સ્ટાર્ટ અપ છે. 2022 સુધીમાં 2 હજાર સ્ટાર્ટ અપને પ્રોત્સાહન પોષણ મળશે.
  • અત્યારે બે એલએનજી (લિક્વીફાઇડ નેચરલ ગેસ) ટર્મિનલ છે. 2022 સુધીમાં પાંચ ટર્મિનલ થશે.
  • એર ટ્રાવેલ દ્વારા કનેક્ટ થનારા યાત્રીઓની સંખ્યા 4 ગણી વધશે, જે અત્યારે 30,000 છે.
  • ભારતની સૌપ્રથમ મેરિટાઇમ યુનિવર્સિટી કાર્યરત થઇ જશે.
  • રાજ્યના અર્થતંત્રનું કદ ચાર ગણું વધીને 40 લાખ કરોડ થઈ જશે.
  • 2030 સુુધીમાં અર્થતંત્રનું કદ 40 લાખ કરોડ થઈ જશે.
  • 10 વર્ષમાં માતા મૃત્યુદર અડધોઅડધ કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here