21 જુલાઈ 2020 : આજનું રાશિ ભવિષ્ય

0
0

21 જુલાઈ, મંગળવારનો દિવસ તમારા માટે કેવો રહેશે ? જાણો તમારી રાશિ મુજબ.

મેષઃ

પોઝિટિવઃ– આજનો દિવસ તમારા માટે ઘર-પરિવારના કાર્યો પૂર્ણ કરવામાં વ્યતીત થશે અને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળી જવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધિ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. આજે તમારે કોઇ અન્યની વાતોમાં આવવું નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામને લઇને કોઇ સાથે તણાવ થઇ શકે છે.

લવઃ– તમારી વ્યસ્તતાના કારણે ઘરની દેખરેખનું દાયિત્વ જીવનસાથી નિભાવશે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે સ્વભાવમાં ચિડીયાપણું આવી શકે છે.

વૃષભઃ-

પોઝિટિવઃ– થોડાં દિવસથી કામ વધારે હોવાના કારણે આજે તમે સુકૂન મેળવવા માટે આરામ અને મનોરંજનમાં સમય વ્યતીત કરશો. બાળકો સાથે સંબંધિત કોઇ શુભ સૂચના પ્રાપ્ત થવાથી પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– આજે બહારના કાર્યોમાં અને મિત્રો સાથે સમય વ્યતીત કરવામાં અનેક મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી જશે. જેના કારણે આજે તમારો મોટાભાગનો સમય ખર્ચ થઇ જશે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.

લવઃ– વૈવાહિક સંબંધ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ અને શરદી જેવી સમસ્યા રહેશે.

મિથુનઃ-

પોઝિટિવઃ– રાશિ સ્વામી બુધનું રાશિમાં જ વિરાજિત રહેવું તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી રહ્યું છે. આજે તમારી કોઇ મહત્ત્વપૂર્ણ યોજનાઓને સફળ કરવા માટે તમને ઊર્જા પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ધન સંબંધિત કોઇ નિર્ણય લેતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. આજે થોડી હાનિ થવાની સંભાવના છે. આજે ખર્ચ પણ વધારે થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળશે.

લવઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે ઘર અને વ્યવસાય બંને જગ્યાએ સંતુલન જાળવવું પડશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્કઃ

પોઝિટિવઃ– આજે પરિસ્થિતિઓ ખૂબ જ ધનદાયક છે. તેનો ભરપૂર ઉપયોગ કરો. સંતાનની શિક્ષા સંબંધિત કોઇ સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– તમારી અંદર ઊર્જાની કમી અનુભવ કરશો જેના કારણે કાર્યોમાં મુશ્કેલીઓ વધી શકે છે. આ સમયે તમારી અંદર ઈગોની ભાવના ઉત્પન્ન થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વ્યાવસાયિક સ્થળે કોઇ નવા કામની શરૂઆત થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં થોડા વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– આજે માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

સિંહઃ

પોઝિટિવઃ– તમને તમારા દરેક કામમાં કોઇ ઘનિષ્ઠ મિત્રનો સહયોગ મળશે અને ધન સંબંધિત થોડી લાભદાયક સ્થિતિઓ પણ બનશે. કોઇ પ્રોપર્ટીને વેચવાની યોજના બની રહી છે તો તેના ઉપર વિચાર કરો.

નેગેટિવઃ– સંતાન સંબંધિત કોઇ કામની જે આશા રાખી હતી તેમાં થોડી કમી રહેવાના કારણે તણાવ રહેશે. પરંતુ તણાવથી માત્ર નેગેટિવ ઊર્જા જ આવશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યો યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ– લગ્નને લઇને કોઇ નકારાત્મક પ્રભાવ તમારા સંબંધોમાં અસર કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– ઘરના વડીલના સ્વાસ્થ્યની ચિંતા થશે.

કન્યાઃ

પોઝિટિવઃ– આજે તમારા પ્રત્યેક કાર્યો પ્રત્યે જાગરૂતતા રાખવાની જરૂરિયાત છે. તમારી યોજનાઓને ગુપ્ત રીતે ગતિ આપો. કોઇ સમાજ સેવી સંસ્થામાં સહયોગ આપવો તમારા માન-સન્માનમાં વૃદ્ધિ કરશે.

નેગેટિવઃ– તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે નહીં. ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. આવકના સાધનોમાં ઘટાડો આવી શકે છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોને માન-સન્માન મળવાના યોગ બની રહ્યા છે.

લવઃ– પારિવારિક વાતાવરણમાં કોઇ ક્લેશપૂર્ણ સ્થિતિ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

તુલાઃ

પોઝિટિવઃ– આજે પારિવારિક કાર્યને યોજનાબદ્ધ અને ડિસિપ્લિન રીતે કરવાથી અનેક કાર્યો યોગ્ય રીતે સંપન્ન થઇ જશે તથા પરિવારમાં પણ અનુશાસન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. બહારના વ્યક્તિઓની ગતિવિધિઓ ઉપર સંપૂર્ણ નજર રાખો. ધન સંબંધિત લેવડ-દેવડ અંગે પણ સાવધાની જાળવો.

વ્યવસાયઃ– આજે કોઇ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે.

લવઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે તમારે ધૈર્ય રાખવું.

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડાં પોઝિટિવ પરિણામ હાંસલ કરશો જેના કારણે સમાજ અને નજીકના સંબંધિઓ વચ્ચે માન-સન્માન વધશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો, કોઇ જૂનો મુદ્દો આજે ફરી ઊભો થઇ શકે છે. ઘરના કોઇ વડીલ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકો પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવામાં તણાવ અનુભવશે.

લવઃ– જીવનસાથીનો સહયોગ અને ધૈર્ય તમારું મનોબળ વધારશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમારી અંદર ડિપ્રેશન જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

ધનઃ

પોઝિટિવઃ– થોડાં દિવસોથી તમારો રસ આધ્યાત્મ અને ધર્મ-કર્મમાં વધી રહ્યો છે. જેના કારણે તમારા વ્યવહારમાં ખૂબ જ પોઝિટિવ બદલાવ આવ્યો છે. આજે પણ આ કાર્યોમાં સમય વ્યતીત થશે.

નેગેટિવઃ– પરિવારની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું અતિ જરૂરી છે. કોઇ સંતાનના ભવિષ્ય સંબંધિત યોજનાઓમાં તમારો સહયોગ તેમને આત્મબળ પ્રદાન કરશે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપના વ્યવસાયમાં લાભદાયક સ્થિતિઓ બનશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં ઘરની સમસ્યાઓને લઇને વાદ-વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત જેવી પરેશાનીઓથી પેટ ખરાબ થઇ શકે છે.

મકરઃ

પોઝિટિવઃ– પારિવારિક ગતિવિધિઓ યોગ્ય રીતે જાળવી રાખવા માટે થોડી યોજનાઓ બનાવશો. આજે તમને આ કાર્યોમાં સફળતા પણ મળશે. સંતાન સંબંધિત કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– વધારે ડિસિપ્લિનમાં રહેવું તમારા પરિવારના લોકોને પરેશાન કરી શકે છે. માટે આ સમયે તમારો વ્યવહાર નરમ રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનમાં સાવધાની જાળવો.

કુંભઃ

પોઝિટિવઃ– લાંબા સમયથી ઘરમાં સમય વ્યતીત થઇ રહ્યો હતો. આજે ઘરની બહારની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે.

નેગેટિવઃ– તમારા ગુસ્સા અને જિદ્દ ઉપર નિયંત્રણ રાખો. પારિવારિક વિવાદ આજે ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ– પારિવારિક વ્યવસાય સંબંધિત કાર્યોને ધ્યાન પૂર્વક કરો.

લવઃ– કુંવારા લોકોના લગ્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે જાતકોના મનોબળમાં ઘટાડો આવી શકે છે.

મીનઃ

પોઝિટિવઃ– ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ રાખવો અને વડીલોના આશીર્વાદ તમારા માટે ભાગ્યના ઉદયનું નિર્માણ કરશે. આ સમયે તમારા આત્મબળમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ– ક્યારેય ભાવનાત્મક રૂપથી તમે પોતાને નબળા અનુભવ કરશો. પારિવારિક લોકો સાથે મનોરંજન વગેરે ગતિવિધિઓમાં સમય વ્યતીત કરશો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ ઉત્સાહવર્ધક રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારું મનોબળ સ્ટ્રોંગ રહેશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here