21 દિવસમાં બાકી ઈન્કમ ટેકસ રિટર્ન ભરો નહિતર કાર્યવાહી થશે, ઈન્કમ છુપાવનારને CBDTની ચેતવણી

0
26

નવી દિલ્હીઃ જે લોકોએ અત્યાર સુધીમાં એસેસમેન્ટ વર્ષ 2018-19નું ઈન્કમ ટેકસ રિટર્ન દાખલ કર્યું નથી, તેમને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સેશન(CBDT)એ ચેતવણી આપી છે. સીબીડીટીએ મંગળવારે કહ્યું છે કે આવા લોકો ટેક્સ પેટે ભરવાની નીકળતી રકમની ગણતરી કરીને 21 દિવસમાં રિટર્ન ફાઈલ નહિ કરે તો કાર્યવાહી કરવામાં આવશે.

ટેકસ ડિફોલ્ટર્સનું લિસ્ટ તૈયાર

  • સીબીડીટીએ એવા લોકોની માહિતી મેળવી છે, જેમણે ગત વર્ષ 2017-18માં મોટી રકમની લેવડદેવડ કરી હતી. પરંતુ રિટર્ન અત્યાર સુધી ભર્યું નથી. નોન-ફાઈલર્સ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા આંકડાઓનું વિશ્વલેષણ કરીને આવા લોકોની ઓળખ કરવામાં આવી છે.
  • સીબીડીટીના જણાવ્યા પ્રમાણે 21 દિવસમાં રિટર્ન ફાઈલ કરવા કે યોગ્ય જવાબ મળવા પર કેસ ખત્મ કરવામાં આવશે. જોકે આમ કરવામાં નહિ આવે તો ઈન્કમ ટેકસના કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
  • સીબીડીટીનું કહેવું છે કે રિટર્ન માટે ઈન્કમ ટેકસની ઓફિસે જવાની જરૂરિયાત નથી. રિટર્ન ભરવાથી લઈને દાખલ ત્યાં સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here