21 વિપક્ષી દળોની ચૂંટણી પંચ સાથે મુલાકાત પૂર્ણ, VVPATને EVM સાથે સરખાવવાની કરી રજૂઆત

0
14

ચૂંટણી પંચ સાથે વિપક્ષી દળોની મુલાકાત પૂર્ણ થઇ હતી. આજરોજ યોજાયેલ બેઠકમાં ચંદ્રબાબુ સહિત 21 વિપક્ષી દળોના નેતાઓએ મુલાકાત કરી હતી. આ સાથે જ કોંગ્રેસે આક્ષેપ કરતા જણાવ્યું કે, ચૂંટણી સમયે કેટલાક EVM ખરાબ થયા હતા તો વળી સ્ટ્રોંગરૂમ નજીક હલચલ જોવા મળી હતી.

આ સાથે જ કોંગ્રેસ વધુ આક્ષેપ કરતા કહ્યું કે, અમે VVPATને EVM સાથે સરખાવવાની રજૂઆત કરી છે. આ સાથે VVPATની પરચીઓની સરખામણી બાદ મતગણતરી થાય થાય તેવું વિપક્ષ ઇચ્છે છે.

આપને જણાવી દઇએ કે, EVM પર સવાલ ઉઠાવવા તે વિપક્ષ માટે નવી વાત નથી. પરંતુ આ વખતે લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા જ વિપક્ષે EVM પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં આંધપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડુ સહિત 21 વિપક્ષી દળોએ  EVM પર સવાલ ઉઠાવ્યા છે.

વિવિધ નેતાઓની બેઠકમાં હાજરી
મળતી માહિતી મુજબ કોંગ્રેસ અને ચંદ્રબાબુ સિવાય પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, આપના નેતા સંજય સિંહ, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, કોંગ્રેસના નેતા રાશિદ અલ્વી, CPI જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી અને રાજદ નેતા તેજસ્વી યાદવે પણ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે. જો કે ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં વિપક્ષના નેતા આજે ચૂંટણીપંચને મળશે. જેમાં કોંગ્રેસ પણ જોડાશે.

આપને એ પણ જણાવીએ કે, ચંદ્રબાબૂ નાયડુએ કહ્યું હતું કે, જેટલું સરળ ફોન ટેપ કરવાનું છે. તેટલું જ સરળ EVMમાં છેડછાડ કરવાનું છે. જેને લઈને તેમણે મતગણતરી દરમિયાન VVPATની 50 ટકા પરચીને EVM સાથે સરખાવવા માગ કરી છે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મી મેના રોજ આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here