યમુના એકસપ્રેસ હાઈવે ગોટાળામાં 21ની ધરપકડ

0
15

ઉતરપ્રદેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ગણાતા હાઈવે પ્રોજેકટમાં નાણાકીય ગેરરીતિમાં અત્યાર સુધીમાં યમુના એકસપ્રેસ હાઈવેના સીઈઓ પી.સી.ગુપ્તા સહિત 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને એકસપ્રેસ હાઈવે માટે જમીન ખરીદીમાં રૂા.126 કરોડની અનિયમિતતા સામે આવી છે. રાજય સરકાર દ્વારા આ અંગે તપાસ થઈ હતી.

મથુરા પાસે સાત ગામ ની જમીન રૂા.85 કરોડમાં ખરીદાઈ જેનું ખરેખર પેમેન્ટ રૂા.126 કરોડ થયુ હતું. આ તમામ જમીન ખરીદી એમડી અને તેના સાથીદારોએ મંજુર કરી હતી અને હાલ તમામને જેલમાં નાંખવામાં આવ્યા હતા.