પાણીમાં ઝેરી કેમિકલ છોડતા UPમાં 21 ભેંસોનાં મોત; બે યુવાનો બેભાન

0
11

લખનઉ: ઉત્તર પ્રદેશનાં (Uttar Pradesh) લખનઉમાં પાણીમાં ફૅક્ટરીમાંથી ઝેરી કેમિકલ (Toxic chemicals) છોડવામાં આવતા 21 ભેંસોના મોત નીપજ્યાં હતાં. અન્ય ભેંસો આ પાણીના સંપર્કમાં આવતા અથવા તે પીવાથી બીમાર પડી હતી.

કેમિકલ ફૅક્ટરીએ (Chemical factory) જે નાળામાં ઝેરી કેમિકલ છોડ્યું હતું તેમાં બે યુવાનો ભૂલથી જતા તેઓ બેભાન થઇ ગયા હતા.

આ ઘટના લખનઉના ચિંતન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ, આ વિસ્તારમાં એક ડઝનથી વધારે કેમિકલ અને ફર્ટિલાઇઝર ફૅક્ટરીઓ આવેલી છે. સ્થાનિક લોકોએ એવો આક્ષેપ કર્યો છે કે, આ ફેક્ટરીઓ દ્વારા વારંવાર ઝેરી કેમિકલ પાણીમાં છોડવામાં આવે છે અને તેમના પશુધન મૃત્યુ પામે છે. પાણીમાં ઝેરી કેમિકલ છોડવાના કારણે ભેંસોના મોત થયા છે તે સમાચાર સાંભળતા જ સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થિતિ કાબુમાં લેવા માટે પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સ્થાનિક લોકોને શાંત પાડ્યા હતા. પાણીમાંથી ભેંસોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ આરોપીઓ સામે ગુનો નોંધાય તે માટે માગણી કરી હતી અને તેમના પશુધનના મૃત્યુ બદલ વળતરની માગણી કરી હતી.

પશુ ચિકિત્સકોની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ઼ે (UPCB) પણ તપાસ હાથ ધરી. લોકોના વિરોધ બાદ ફેક્ટરીના માલિક વિશાલ અગ્રવાલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here