મધ્યપ્રદેશ : કોંગ્રેસના 21 બળવાખોર ધારાસભ્યો ભાજપમાં સામેલ, 12 દિવસ બેંગલુરૂમાં રોકાયા હતા, આજે દિલ્હી પહોંચીને સિંધિયાને મળ્યા

0
4

ભોપાલ: બેંગલુરૂમાં 12 દિવસ રોકાયેલા કોંગ્રેસના 21 બળવાખોર ધારાસભ્યો શનિવારે ભાજપમાં સામેલ થયા હતા. બિસાહૂલાલ સાહૂ પહેલા જ ભાજપમાં જોડાઇ ગયા હતા. આ બધા નેતા બેંગલુરૂથી દિલ્હી પહોંચ્યા હતા. પહેલા આ નેતાઓએ જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમને દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સિંધિયા સિવાય કૈલાશવિજયવર્ગીય, નરેન્દ્ર તોમર, ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓ આજે અમિત શાહને પણ મળી શકે છે. તે દરમિયાન આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.

દરેક ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેનથી દિલ્હી પહોંચ્યા હતા. તેઓ આજે રાત્રે ભોપાલ આવે તેવી શક્યતા છે. 22 ધારાસભ્યોના રાજીનામા બાદ મધ્યપ્રદેશમાં 15 મહિનાથી ચાલતી કમલનાથ સરકારે બહુમત ગુમાવી દીધો હતોત અને શુક્રવારે કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

18 સિંધિયા સમર્થક, 4 સરકારથી નારાજ હતા
રાજીનામા આપનારમાં 18 ધારાસભ્ય સિંધિયા સમર્થક છે. જ્યારે 4 ધારાસભ્યોએ સરકાર સામે નારાજગી હોવાથી રાજીનામુ આપ્યું હતું. તેમાં એદલસિંહ કંસાના અને બિસાહૂલાલ દિગ્વિજય સમર્થક માનવામાં આવતા હતા. હરદીપસિંહ ડંગ અને મનોજ ચૌધરી કોઇ જૂથના ન હતા.

રાજીનામા આપનાર 16 ધારાસભ્ય ગ્વાલિયર-ચંબલના
રાજીનામું આપનારા 16 ધારાસભ્યો ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રના છે અને અહીં સિંધિયાનો ખાસ્સો પ્રભાવ છે. પેટાચૂંટણીમાં સિધિયા સાથે અહીં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને શિવરાજસિંહ ચૌહાણ ફેક્ટર પણ કામ કરશે. કોંગ્રેસ આ વખતે સિંધિયા વિના આ સીટો પર પેટાચૂંટણીમાં ઉતરશે.

બળવાખોરોનું ભવિષ્ય પેટાચૂંટણી પર નિર્ભર છે
22 બળવાખોરોના ધારાસભ્ય અને 2 ધારાસભ્યોના નિધનથી પ્રદેશની 24 વિધાનસભા સીટો પર હવે 6 મહિનાની અંદર પેટાચૂંટણી થશે. મતલબ કે આ 22 ધારાસભ્યોનું ભવિષ્ય હવે પેટાચૂંટણી પર ટકેલું છે. સંભવત: મે-જૂનમાં ચૂંટણીપંચ અહીં પેટાચૂંટણી યોજી શકે છે. તેના પરિણામ નક્કી કરશે કે નવી સરકાર બહુમતમાં રહેશે કે પછી અસ્થિરતા વચ્ચે ઝુલતી રહેશે.

કમલનાથ સોનિયા ગાંધીને મળશે
કાર્યવાહક મુખ્યમંત્રી કમલનાથ શનિવારે દિલ્હી રવાના થશે. તેઓ સોનિયા ગાંધીને મળશે અને તેમને પ્રદેશનો ઘટનાક્રમ અને સરકારના રાજીનામાનો રિપોર્ટ સોંપશે. સૂત્રો જણાવે છે કે કમલનાથ 25 માર્ચ સુધી દિલ્હીમાં જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here