Thursday, August 5, 2021
No menu items!
Homeગાંધીનગર : 3 સ્ટાર હોટેલ સ્લીપ ઈનમાં રમાતા જુગારમાં 3 યુવતી સહિત...
Array

ગાંધીનગર : 3 સ્ટાર હોટેલ સ્લીપ ઈનમાં રમાતા જુગારમાં 3 યુવતી સહિત 21 ઝબ્બે

ગાંધીનગર. સરગાસણ ચોકડી ખાતે આવેલ પ્રમુખ ટેન્ઝન કોમ્પ્લેક્ષમાં આવેલી સ્લીપ ઈન હોટલમાંથી હાઈપ્રોફાઈલ જુગાર પકડાયો છે. ઈન્ફોસિટી પોલીસે હોટેલમાંથી 3 યુવતીઓ સહિત 21 લોકોને ઝડપી પાડ્યા છે. જેઓ પાસેથી 6 કાર સહિત કુલ 15.92 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય સૂત્રધાર દ્વારા જુગારીઓને વિદેશોમાં લઈ જઈને જુગાર રમાડાતો હતો પરંતુ કોરોનાને કારણે તેણે ગાંધીનગરમાં બેઠક ગોઠવી હતી.

તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે

પીઆઈ એસ. જે. રાજપૂતના માર્ગદર્શનમાં સક્રિય ઈન્ફોસિટી પોલીસને જુગારઅડ્ડા અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે હોટેલ સ્લીપ ઈનના રૂમ નં-511માં રેડ કરી હતી. જેમાં જુગારઅડ્ડાનું સંચાલન કરતા મોહસીન અમદભાઈ અબ્દાની(30 વર્ષ, જામનગર) સાથે જુગાર રમવા બેઠેલા અન્ય 14 શખ્સો ઝડપાયા હતા. જ્યારે 3 યુવતીઓ અને 3 યુવકો જુગારીઓને પત્તા અને કોઈન સહિતની અન્ય સેવાઓ માટે ખડેપગે હતા. જુગારીઓની સેવામાં રહેતાં યુવકોમાં પશ્ચિમ બંગાળના પ્રોવોન્ગ નોવોન્ગ છીરી, રતજ જીવન ગરમેર તથા નેપાલના રાજન રામબહાદુર બીસ્ટને રખાયા હતા. પોલીસે ઘટના સ્થળેથી 20,240 રોકડા, 23 મોબાઈલ, 6 કાર, પ્લાસ્ટીકના કોઈન 607 મળી કુલ 15,92,740ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ લોકો સામે જુગારધારા, જાહેરનામા ભંગ અને મહામારી અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ તમામ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.

હોટેલ સંચાલકોની ભૂમિકા અંગે તપાસ

પોલીસે હોટેલના 2 મેનેજર એવા છાલાના રૂષિક ભીખભાઈ ચૌધરી તથા પોર ગામના મહમંદ શાહનવાજ શકીલને વોન્ટેડ જાહેર કર્યા છે. જેઓએ અમુક ટકા પૈસાની લાલચે જુગાર રમાવા દીધો હોવાનું કહેવાય છે. જોકે સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પોલીસે હોટેલના સંચાલકોની આમા કોઈ ભૂમિકા છે કે નહીં તે દિશામાં પણ તપાસ આદરી છે.

યુવતીઓ 5 વર્ષથી આ કામ કરતી હતી

નેપાળની રૂમા લક્ષ્મણ બોહરા, ડેઝી ઓમપ્રતાપ આલીયા, સંજુ સુરેશ શીટૌલા છેલ્લા 5 વર્ષથી મુખ્યસુત્રધારા મોહસીન અબ્દાની સાથે કામ કરતી હતી. સામાન્ય રીતે તે વિદેશમાં જુગાર રમવા લઈ જતો હતો પરંતુ કોરોનાને પગલે મોહસીને ગાંંધીનગરમાં હોટેલ ગોઠવણ કરી હતી. તેઓએ કોરોનામાં જ અગાઉ વડોદરા અને અમદાવાદના વિસ્તારોમાં આ રીતે જુગાર રમી ચૂક્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

જૂનાગઢ, અમરેલી, સુરતથી જુગારીઓ જુગાર રમવા માટે આવ્યા હતા

ઝડપાયેલા જુગારીઓમાં વસ્ત્રાલનો પ્રફુલભાઈ રામાભાઈ પટેલ, સુરતના નિલેષ ગુણવંતભાઈ સરોડીયા, સતીષ પ્રહલાદભાઈ ભટ્ટ, બોપલનો મહેન્દ્ર ઘનશ્યામભાઈ લીમ્બાચીયા, સોલાના રીતેશ અમરતભાઈ પટેલ, શૈલેષ ચીનુભાઈ પટેલ, મોરબીના નરેન્દ્ર છગનભાઈ પટેલ, ધર્મેન્દ્ર છગનભાઈ પટેલ, જૂનાગઢના નરેન્દ્ર જીવણભાઈ ગોરસીયા, મનીષ જીવણભાઈ ગોરસીયા, અશ્વીન બાલભ્રહ્મ બીદોરીયા, ધોળકાનો રાકેશ રમેશભાઈ પટેલ, અમરેલીનો કાનજી બચુભાઈ પટેલ, દશક્રોઈના ભૂપેન્દ્ર ધનાભાઈ પટેલનો સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments