22 જુલાઈ 2020નું રાશિ ભવિષ્ય : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

0
0

 

22 જુલાઈ, બુધવારનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો તમારી રાશિ મુજબ.


મેષઃ-

પોઝિટિવઃ– થોડી પારિવારિક સંબંધિત વાદ-વિવાદ આજે દૂર થવાથી ઘરમાં સુકૂન અને શાંતિનું વાતાવરણ રહેશે. તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓ ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કોઇ અજાણ વ્યક્તિ તરફથી તમને કોઇ નુકસાન પહોંચી શકે છે. સંતાનની શિક્ષા સંબંધિત કાર્યોમાં ભાગદોડ વધારે રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહેશે.

લવઃ– જીવનસાથીના ઘર અને પરિવારની યોગ્ય દેખરેખ કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.


વૃષભઃ

પોઝિટિવઃ– તમારા વ્યક્તિગત અને વ્યવહાર કુશળતાના કારણે સામાજિક ગતિવિધિઓમાં તમારી પ્રતિભા સામે આવશે અને માન-સન્માન વધશે. સ્થાન પરિવર્તનના યોગ છે.

નેગેટિવઃ– ક્યારેક આળસ હાવી થવાથી થોડી મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. તમે તમારી કાર્યક્ષમતા અને મનોબળને જાળવીને રાખો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત કાર્યોમાં લાભદાયક પરિસ્થિતિ બનેલી રહેશે.

લવઃ– દાંપત્ય જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– યોગ ઉપર વધારે ધ્યાન આપવું.


મિથુનઃ

પોઝિટિવઃ– આજકાલ તમે તમારા અને તમારા પરિવાર પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારી ગુપ્ત પ્રતિભા અને ક્ષમતાને ઉજાગર કરી રહી છે.

નેગેટિવઃ– આ સમયે તમે તમારી સુખ-સુવિધાઓ ઉપર વધારે ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન અવશ્ય રાખો. આર્થિક મામલાઓને લઇને નજીકના વ્યક્તિ સાથે કોઇ પ્રકારનો વિવાદ કરશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં તમે વધારે મહેનત અને ક્ષમતાઓ લગાવશો.

લવઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય ઠીક રહેશે.


કર્કઃ

પોઝિટિવઃ– તમારા સ્વભાવમાં ભાવુકતા વધારે રહેશે. મોટાભાગનો સમય અન્યની મદદ અને ધર્મ-કર્મના કાર્યોમાં વ્યતીત થશે. સંતાન સાથે સંબંધિત કોઇ શુભ સૂચના પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– કોઇ બહારના વ્યક્તિના કારણે તમને ધન સંબંધિત કોઇ મુશ્કેલી થઇ શકે છે. તમે નાની વાતોથી પણ જલ્દી નિરાશ થઇ શકો છો.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કોઇપણ કામ સાવધાનીપૂર્વક કરો.

લવઃ– પતિ-પત્ની એકબીજાથી વધારે આશા રાખશે પોતાના સંબંધો માટે નુકસાયદાયક સ્થિતિ ઊભી કરશે.

સ્વાસ્થ્યઃ–  સ્વાસ્થ્ય સંબંધિત થોડી પરેશાની અનુભવ થશે.


સિંહઃ

પોઝિટિવઃ– સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સમય વધારે વ્યતીત થશે. તમારા સારા કાર્યોના કારણે સમાજમાં તમારી ઓળખ બનશે અને આર્થિક ગતિવિધિઓમાં પણ વધારે નફો થશે.

નેગેટિવઃ– બાળકોની સમસ્યાઓને સાંભળો અને તેનું સમાધાન લાવવું જરૂરી છે. જમીન વેચવા સંબંધિત કાર્યોને આજે સ્થગિત કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ગતિવિધિઓ ઉત્તમ રહેશે.

લવઃ– પારિવારિક વ્યક્તિઓના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવ વધારે રહેશે.


કન્યાઃ

પોઝિટિવઃ– આજકાલ તમે તમારી કાર્યક્ષમતા ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છો. જેના કારણે તમને પોઝિટિવ પરિણામ પણ મળી શકે છે. કોઇ નજીકના સંબંધિને ત્યાં ધાર્મિક સમારોહમાં સામેલ થઇ શકો છો.

નેગેટિવઃ– તમારા વહેમના કારણે નજીકના મિત્ર સાથે કોઇ વિવાદ થઇ શકે છે. આજે તમારે કોઇ અન્યના મામલાઓમાં વચ્ચે આવવું નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં તમને મહેનત પ્રમાણે જ પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને ક્લેશ જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.


તુલાઃ

પોઝિટિવઃ– આજે તમે કામની અપેક્ષા આરામ ઉપર વધારે ધ્યાન આપશો. સામાજિક/ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય વ્યતીત થશે. સંતાનની શિક્ષા સંબંધિત યોગ્ય પરિણામ મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– કોઇ પારિવારિક સભ્યના લગ્નજીવનમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં પબ્લિક ડીલિંગ અને માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ– ઘરમાં અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– પરિવારના કોઇ વરિષ્ઠ વ્યક્તિને એલર્જી જેવી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.


વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– તમને પહેલાં પણ જણાવવામાં આવ્યું છે કે, આ સમયની ગ્રહ સ્થિતિઓ તમારા ભાગ્યને બળ પ્રદાન કરી રહી છે. આ ગ્રહ સ્થિતિનું સન્માન કરો. તમે તમારી બુદ્ધિમતા દ્વારા ધન અને પરિવાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, કોઇ જૂનો મુદ્દો ફરી ઉભરવાથી તણાવ જેવું વાતાવરણ બનશે. જેના કારણે કોઇ નજીકના મિત્ર સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– કારોબારમાં થોડાં નવા ઓર્ડર મળશે.

લવઃ– લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– શરદી થઇ શકે છે.


ધનઃ

પોઝિટિવઃ– આધ્યાત્મ અને ધાર્મિક કૃત્યો પ્રત્યે તમારો રસ વધશે. કોઇપણ કામ કરતાં પહેલાં તમારા મનનો અવાજ સાંભળો. તમારી અંતરાત્મા તમને યોગ્ય દિશા પ્રદાન કરશે.

નેગેટિવઃ– આ બધા કાર્યો સાથે-સાથે તમારા ઘર અને વ્યવસાય ઉપર પણ ધ્યાન આપો. તમારી બેદરકારીના કારણે ઘરમાં થોડી મુશ્કેલીઓ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં તમારા સહયોગીઓ અને જીવનસાથીના નિર્ણયોને પ્રાથમિકતા આપો.

લવઃ– પતિ-પત્ની બંને મળીને ઘરની સમસ્યાઓ ઉપર વિચાર કરશે.

સ્વાસ્થ્યઃ– પેટ અને લીવર સાથે સંબંધિત થોડી પરેશાની અનુભવ થશે.


મકરઃ

પોઝિટિવઃ– તમારું કોઇ પણ કામ પ્લાનિંગથી કરો તથા પોઝિટિવ વિચારોને નવી દિશા પ્રદાન કરો. ઘરમાં કોઇ પ્રકારના પરિવર્તન સંબંધિત યોજના બની રહી છે તો વાસ્તુના નિયમ અપનાવો.

નેગેટિવઃ– તમારો વધારે ડિસિપ્લિનવાળા સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં નવા અનુબંધ પ્રાપ્ત થશે.

લવઃ– પ્રેમ સંબંધોમાં કોઇ પ્રકારનો ભાવનાત્મક આઘાત લાગી શકે છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ કરો.


કુંભઃ

પોઝિટિવઃ– આજે તમે તમારી બુદ્ધિમતાના બળે થોડાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. સંતાન તરફથી પણ કોઇ પ્રકારની ચિંતા દૂર થવાથી ઘરમાં વાતાવરણ સારું રહેશે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારના ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો. આજે ગુસ્સા અને જિદ્દ ઉપર કંટ્રોલ રાખો.

વ્યવસાયઃ– પારિવારિક વ્યવસાય તરફ પોતાની કાર્યક્ષમતા અને ઊર્જા વધારે લગાવો.

લવઃ– ઘર-પરિવારના સભ્યોનો સહયોગ અને એકબીજા પ્રત્યે સમર્પણની ભાવના ઘરમાં સારું વાતાવરણ ઊભું કરશે.

સ્વાસ્થ્યઃ– ગરમીથી બચવાનો પ્રયત્ન કરો.


મીનઃ

પોઝિટિવઃ– આજે મનોરંજન અને મિત્રો સાથે સમય વ્યતીત થશે. મિત્રો સાથે થોડો પારિવારિક મેલજોલ રહેશો. કોઇપણ કાર્યને કરવામાં ઘરના વ્યક્તિઓનો સહયોગ મળશે.

નેગેટિવઃ– સંતાનની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં. ભાઇઓ સાથે આ સમયે સંબંધ મધુર જાળવી રાખવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ– તમારા કાર્ય સંબંધિત યોજનાઓમાં તમારા જીવનસાથીની સલાહ લો.

લવઃ– પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ સંબંધ વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ– દેશી અને આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here