Home વ્યાપાર એપલ, સેમસંગ સહિત 22 કંપનીઓ ભારતમાં બનાવશે મોબાઇલ ફોન, 12 લાખ લોકોને...

એપલ, સેમસંગ સહિત 22 કંપનીઓ ભારતમાં બનાવશે મોબાઇલ ફોન, 12 લાખ લોકોને મળશે રોજગાર

0
2

દેશ વિદેશની 22 કંપનીઓએ મોબાઈલ ફોન બનાવવા માટે ભારત આવવાની તૈયારી બતાવી છે. જેના કારણે 12 લાખ લોકોને રોજગાર મળશે.

સેમસંગ, વિસ્ટ્રોન, પેગાટ્રોન, ફોક્સકોન અને હોન હે જેવી વૈશ્વિક કંપનીઓની સાથે લાવા, ડિક્સોન, માઇક્રોમેક્સ, પેજેટ ઇલેક્ટ્રોનિક્સ, સોજો, યુટીએલ અને ઓપ્ટિમસ જેવી ડોમેસ્ટિક કંપનીઓ અંતર્ગત પીએલઆઇ અંતર્ગત અરજી કરી છે. આ કંપનીઓએ આવતા પાંચ વર્ષમાં 11 લાખ કરોડ રૂપિયાના મોબાઇલ ફોન બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. આઈસીઈએ પ્રમાણે આ કંપનીઓનાં ડોમેસ્ટિક નિર્માણ કરશે તેનાથી દેશમાં 27.5 લાખ કરોડ રૂપિયાના મૂલ્યના મોબાઇલ ફોન ઉત્પાદન કરવાનું અનુમાન છે.

કેન્દ્રીય આઈટી મિનિસ્ટર રવિશંકર પ્રસાદે એવું જણાવ્યું કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેટિવ સ્કીમ હેઠળ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૧૧.૫ લાખ કરોડનાં મોબાઇલ ફોન અને તેના ભાગો બનાવવામાં આવશે. આ માટે એપલ, સેમસંગ સહિત 22 કંપનીઓએ અરજી કરી છે. આ તમામ કંપનીઓ આગામી પાંચ વર્ષમાં 11.5 લાખ કરોડનાં મોબાઇલ બનાવશે અને તેમાંથી રૂ. 7 લાખ કરોડનાં મોબાઇલની વિદેશમાં નિકાશ કરી દેવામાં આવશે.

પ્રસાદે કહ્યું કે 22 કંપનીઓ સીધી રીતે 3 લાખ લોકોને અને આડકતરી રીતે નવ લાખ લોકોને રોજગારી આપશે. આ યોજના કોઈ દેશ વિરોધી નથી પરંતુ ભારત માટે તે ઘણી સારી છે. હું કોઈ દેશનું નામ લેવા માગતો નથી. પ્રસાદે કહ્યું કે અમે આ માટે યોગ્ય નિયમો બનાવ્યાં છે અને બધી કંપનીઓએ તેનું પાલન કરવું પડશે.  સેમસંગ, ફોક્સકોન હોન, રેઇઝિંગ સ્ટાર, વિસ્ત્રોન અને પેન્ટ્રોને ઇન્ટરનેશનલ મોબાઇલ ફોન હેઠળ અરજી કરી છે. ફોક્સકોન હોન, રેઇઝિંગ સ્ટાર, વિસ્ત્રોન અને પેન્ટ્રોન એપલના આઈફોન માટેનો કરાર ધરાવે છે.

Live Scores Powered by Cn24news