જનતા કર્ફ્યુ : શનિવાર રાત્રે 12 વાગ્યાથી રવિવાર રાત્રે 10 વાગ્યા સુધી 22 કલાક પેસેન્જર ટ્રેન નહીં ચાલે, સવારે 4 વાગ્યાથી મેલ-એક્સપ્રેસ પણ બંધ રહેશે

0
11

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી છે. આ દિવસે રાત્રે 12 વાગ્યાથી ત્યારપછીના રાત્રે 10 વાગ્યા સુધી કોઈ જ પેસેન્જર ટ્રેન નહીં દોડે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ સવારે 4 વાગે રોકી દેવામાં આવશે. આ સાથે જ ઉપનગરીય (લોકલ) ટ્રેન સેવાઓને ઘટાડીને લઘુત્તમ સ્તર પર લાવવામાં આવશે. રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જનતા કર્ફ્યુ સમયે કુલ 2400 યાત્રી ટ્રેન નહીં ચાલે. તેમા 1300 મેલ એક્સપ્રેસ ગાડી, પેસેન્જર ટ્રેન અને મોટી સંખ્યામાં ઉપનગરીય ટ્રેનોનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસની સ્થિતિને ધ્યાનમાં રાખી, બિનજરૂરી યાત્રા અટકાવવા માટે રેલવે અગાઉથી 245 યાત્રી ટ્રેન રદ્દ કરી ચુકી છે.

મોદીએ રવિવારે જનતા કર્ફ્યુ લગાવવાની અપીલ કરી

દેશમાં કોરોના વાઈરસના વધતા કેસ અને ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીએ ગુરુવારે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે રવિવારે એટલે કે 22 માર્ચના સવારે 7 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની અપીલ
કરી હતી. તે જનતા માટે, જનતા દ્વારા જાતે જ લગાવવામાં આવેલ કર્ફ્યુ હશે. તેમણે કહ્યું કે આ 14 કલાક દરમિયાન કોઈ વ્યક્તિ તેમના ઘરની બહાર નહીં નિકળે. સાંજે 5 વાગે પોતાના ઘરોમાં જ તાળી પાડી, થાળી વગાડી, ઘંટી વગાડી એકબીજાનો આભાર વ્યક્ત કરશે અને વાઈરસ સામે લડવામાં એકતા દર્શાવશે.

વૃદ્ધોને ઘરની અંદર જ રહેવા કહ્યું

પ્રધાનમંત્રી મોદીએ સામાજીક રીતે અંતર રાખવાની વાત પર ભાર મુકતા કહ્યું કે આપણે દેશવાસીઓ આગામી કેટલાક સપ્તાહ સુધી ખૂબ જરૂરી ન હોય તો સાવચેતી રાખવી જરૂરી છે. 60 થી 65 વર્ષ અથવા તે ઉપરના ઉંમરના વૃદ્ધો ઘરમાં જ રહે. તેમણે એનસીસી, સ્પોર્ટ્સ સંગઠનો અને સામાજીક-સાંસ્કૃત્તિક સંસ્થાઓને પણ જાગૃત બનવા અપીલ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here