હરિદ્વારના હર કી પૌડી ઘાટ પર 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી

0
5

સમગ્ર દેશમાં આજે 2021ના મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી રહ્યા છે. દેશમાં આજે ચારે બાજુ બમ-બમ ભોલેનો નાદ ગૂંજી રહ્યો છે. હરિદ્વારના હર કી પૌડી ઘાટથી લઈને વારાણસીના અસ્સી ઘાટ સુધી ભગવાન શિવના ભક્તો પવિત્ર સ્નાનનો લાભ લઈ રહ્યા છે. આજે કુંભના પહેલા શાહી સ્નાનનો પણ દિવસ છે.

22 લાખ ભક્તોની ડૂબકી

હરિદ્વારના હર કી પૌડી ઘાટ પર સવારના સમયે 22 લાખ ભક્તોએ ડૂબકી લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, યુપીના મુખ્યમંત્રી યોગી, રાહુલ ગાંધી વગેરેએ ટ્વીટરના માધ્યમથી મહાશિવરાત્રીના પવિત્ર અવસરની શુભેચ્છાઓ પાઠવી હતી.

ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઓમ પ્રકાશે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મેળા પરિસરમાં કોઈ પણ વ્યક્તિ SOPનું ઉલ્લંઘન કરશે તો તેના વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેર કર્યું હતું. શ્રદ્ધાળુઓએ મેળામાં આવતા પહેલા પોતાનો RT-PCR રિપોર્ટ ઓનલાઈન અપલોડ કરવો પડશે અને તે રિપોર્ટ 72 કલાકથી વધારે જૂનો ન હોવો જોઈએ. આ રિપોર્ટના આધારે શ્રદ્ધાળુઓને મેળા પરિસરમાં જવા ઈ-પાસ આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here