ઓસ્ટ્રેલિયામાં 22 પુરુષો ‘મા’ બન્યા, આપ્યા બાળકોને જન્મ!

0
44

ઓસ્ટ્રેલિયામાં 22 પુરુષોએ બાળકોને જન્મ આપવાની સાથે માતૃત્વનું સુખ પ્રાપ્ત કર્યું. નવભારત ટાઇમ્સ દ્વારા ઓસ્ટ્રેલિયાના વર્ષ 2018 થી લઈને વર્ષ 2019ની જનગણનાના આંકડા અનુસાર આ માહિતી મળી. એક અહેવાલ મુજબ ડીપાર્ટમેન્ટ ઑફ હ્યુમન સર્વિસે જન્મ દરના ડેટા રિલીઝ કર્યા હતા. તેના અનુસાર બાળકોનો જન્મ આપનારા 22 પુરુષો ટ્રાંસજેન્ડર હતા. જો કે વર્ષ 2009 સુધી આ બાબતે કોઈ અંકડા સામે આવ્યા નથી.

બાળકોને જન્મ આપવાની સાથે જ આ પુરુષોને એ લીસ્ટમાં શામેલ કરાયા, જેમાં પાછવા એક દશકમાં બાળકને જન્મ આપનારા પુરુષોના નામ દાખલ કરવામાં આવ્યા છે. તેની સાથે જ તેનું ઓફિશિયલ કન્ફર્મેશન પણ થયું. વાસ્તવમાં, બાળકોની માતા બનનારા આ પુરુષોએ પોતાની જેન્ડર બદલાવી હતી. જોકે તેને જોઈને ઘણાં વિવાદો પણ થયા હતા.

કેટલાક લોકોએ બાળકોને જન્મ આપ્યા પછી આ મા બનેલા પુરુષોના પુરુષત્વ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું માનવું એવું હતું કે, જો કોઈ પુરુષ બાળકને જન્મ આપે છે તો વાસ્તવિક રીતે તેને પુરુષ મ કહી શકાય. જોકે મેલબર્ન યુનિવર્સિટીના એક પ્રોફેસરે આ દૃષ્ટિકોણની સંપૂર્ણ રીતે ખાતરી કરી છે. તેમણે કહ્યું કે પુરુષત્વને લઈને દરેકનો મંતવ્ય અલગ હોઈ શકે છે.

પ્રોફેસરે જણાવ્યું કે, આમ થઈ શકે છે, જે પુરુષોએ બાળકને જન્મ આપ્યો છે, તેમણે પોતાની જેન્ડર બદલવા માટે ઓપરેશનનો સહારો લીધો. એ પણ સંભવ છે કે તેમના વિચારો અન્ય કરતા ઘણા અલગ હોય અને તે જૂનવાણી વિચારોને ન માનતા હોય. જો બાળક સ્વસ્થ હોય તો તકલીફની કોઈ વાત નથી. અને તેના પુરુષત્વ પર સવાલ ઉઠાવવો પણ વ્યાજબી નથી. તેના કરતા સારું રહેશે કે સમાજે જેન્ડર પ્રત્યે પોતાના વિચારોમાં સકારાત્મકતા લાવવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here