Wednesday, November 30, 2022
Homeગુજરાતખંભાળિયાના બેહ ગામે ફિલ્ડમાં બેસીને જુગારની મોજ માણતા 22 શખ્સો ઝડપાયા

ખંભાળિયાના બેહ ગામે ફિલ્ડમાં બેસીને જુગારની મોજ માણતા 22 શખ્સો ઝડપાયા

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના બેહ ગામે ગઈકાલે જુંગીવારા ડાડાના મંદિર આગળ યોજવામાં આવેલા જાતરના મેળાના કાર્યક્રમમાં જુદા-જુદા ગામોથી આવેલા લોકોએ નદીના કાંઠે બાવળની ઝાડીઓમાં જુદા-જુદા ફિલ્ડમાં બેસીને જુગાર રમતા કુલ 22 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ખંભાળિયા પોલીસ દ્વારા ગઈકાલે બેહ ગામે યોજવામાં આવેલા મેળાના બંદોબસ્ત દરમિયાન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચોક્કસ બાતમીના આધારે અત્રેથી આશરે 30 કિલોમીટર દૂર બેહ ગામે જુંગીવારા ડાડાના મંદિરથી આશરે એક કિલોમીટર દૂર બારા ગામ તરફ જતા રસ્તે બાવળની ઝાડીમાં બેસીને જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહ્યાં હતાં. જેમાં ફિરોજ સતાર ગડન, મહેન્દ્ર નરોતમ પિત્રોડા, વનરાજસિંહ ખુમાનસિંહ ચુડાસમા, બળદેવસિંહ ભાસનસિંહ જાડેજા, મહિપતસિંહ વિભાજી પરમાર, જેનીસ હિતેશભાઈ વોરા, ભગવાનજી કલુભા જાડેજા અને નરેશ હીરાભાઈ બગડા નામના 8 શખ્સોને પોલીસે ઝડપી લઇ, રૂપિયા 29,560 રોકડા તથા રૂપિયા 21,000 ના છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 50,560નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ વિસ્તારમાં અન્ય એક દરોડામાં પોલીસે ભાવેશ છગન પરમાર, મુકેશ કલાભાઈ પરમાર, રામ અમરાભાઈ જાપડા, આકાશસિંહ ચંદ્રસિંહ જાડેજા, વેજાણંદ પુનાભાઈ લુણા, મહાવીરસિંહ જીવુભા જાડેજા અને ઉમેદસિંહ નાથુભા જાડેજા નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂ.16,700 રોકડા તથા ત્રણ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 23,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular