અમદાવાદ : કોરોનાના 225 કેસ અને 216 દર્દી ડિસ્ચાર્જ, કુલ 15051 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યાં

0
4

અમદાવાદમાં એક તબક્કે કોરોનાના 300થી વધુ કેસ આવતા હતા પરંતુ  હવે દરરોજ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે 250થી ઓછા કેસ નોંધાયા છે. ગત 24 જૂનની સાંજથી 25 જૂન સાંજ સુધીમાં નવા 238 કેસ નોંધાયા છે. જેમાંથી 225 કેસ અમદાવાદ સિટીમાં જ્યારે 13 કેસ જિલ્લાના છે. જ્યારે શહેરમાં 11 અને જિલ્લામાં 1 મોત સાથે 12 દર્દીઓના મૃત્યુ થયા છે અને 216 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાંથી શહેરમાં 199 અને જિલ્લામાં 17 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 19,839 જ્યારે મૃત્યુઆંક 1390એ પહોંચ્યો છે. શહેર-જિલ્લામાં કુલ 15051 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોનાનો કહેર, 54 કેદીઓ ઉપરાંત જેલ અધિકારીને પણ કોરોનાગ્રસ્ત

અમદાવાદમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. આ મહામારીના કહેરથી સાબરમતી સેન્ટ્રલ જેલ પણ બાકાત રહી નથી. સેન્ટ્રલ જેલમાં સિરિયલ બ્લાસ્ટના કેદી સહિત 54 કેદી અને જેલના 16 અધિકારી પણ કોરોનાગ્રસ્ત છે. હવે જેલમાં સુપ્રિટેન્ડેન્ટ અને PRO તરીકે કાર્યરત Dysp ડી.વી. રાણા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. ડોક્ટરની ટીમ દ્વારા કેદીઓના કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેલ સ્ટાફ અને અધિકારીઓને કોરોના થતાં જેલ તંત્રની કામગીરી ખોરવાઈ છે.

સતત ત્રીજા દિવસે 250થી ઓછા કેસ 

આ પહેલા શહેરમાં 7 જૂનના રોજ 318, 8 જૂને 346, 9 જૂને 331, 10 જૂને 343, 11 જૂને 330, 12 જૂને 327,13 જૂને 344, 14 જૂને 334, 15 જૂને 327, 16 જૂને 332, 17 જૂને 330, 18 જૂને 317, 19 જૂને 312, 20 જૂને 306, 21 જૂને 273, 22 જૂને 314, 23 જૂને 230 અને 24 જૂને 205 કેસ, 25 જૂને 225 કેસ નોંધાયા છે.

15 જૂનથી 25 જૂન સુધી શહેર-જિલ્લામાં નોંધાયેલા કેસ

તારીખ નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
15 જૂન 327 23 225
16 જૂન 332 21 235
17 જૂન 330 22 223
18 જૂન 317 22 281
19 જૂન 312 21 206
20 જૂન 306 16 418
21 જૂન 273 20 427
22 જૂન 314 16 401
23 જૂન 235 15 421
24 જૂન 215 15 401
25 જૂન 238 12 216
કુલ આંક 3199 203 3454

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here