છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 23ના મોત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર

0
3

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ અને મૃત્યઆંક સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી રાજકોટમાં સારવાર લઈ રહેલા 23 લોકોના કોરનાથી મોત નિપજ્યા છે. 20ના સિવિલમાં અને 3ના ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ સાથે જ રાજકોટ જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના અધર ધેન ડીન ગીરીશ ભીમાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મંગળવારે 35 દર્દીઓને ડિસ્ચાર્જ કર્યાં
રાજકોટમાં સોમવારે 1800 સેમ્પલ લેવાયા હતા અને 98 પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મંગળવારે 3000 સેમ્પલ લેવાયા છતાં પોઝિટિવનો આંક 95 જ રહ્યો. ફરી એક વખત સાબિત થયું છે કે, રાજકોટમાં ગમે તેટલા ટેસ્ટ થાય આંકડો તો સેટ જ થઈ ગયો છે. તંત્ર એક તરફ મહેનત કરીને કેસ 100 સુધી ન પહોંચે તેના માટે તનતોડ મહેનત થઈ રહી છે પણ રિકવરી રેટ તરફ ધ્યાન પડ્યું નથી. મંગળવારે માત્ર 35 જ દર્દી રિકવર થયા છે. છેલ્લા 3 દિવસથી ડિસ્ચાર્જની સંખ્યા અડધી થઈ ગઈ છે જેથી રિકવરી રેટ 50 ટકા જેટલો થઈ ગયો છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 181 પોઝિટિવ, 3 મોત
જૂનાગઢ જિલ્લામાં મંગળવારે કોરોના 28 કેસ અને 1 મોત થયું હતું. જ્યારે અમરેલી જિલ્લામાં 29 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 19 કેસ અને એક મોત, પોરબંદર જિલ્લામાં 10 કેસ નોંધાયા હતા. જ્યારે જામનગર જિલ્લામાં વધુ 80 પોઝિટિવ કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં વધુ 15 કેસ નોંધાયા છે તેમજ 38 દર્દીને રજા અપાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here