Home મહેસાણા મહેસાણા જિલ્લામાં વધુ 23 કેસ, વિસનગર માં મહિલાનું મોત.

મહેસાણા જિલ્લામાં વધુ 23 કેસ, વિસનગર માં મહિલાનું મોત.

0
8

મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણ ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે.જેમાં વિસનગરમાં કોરોનાથી મહિલાનું મોત થયું હતું.તો બીજી બાજુ બુધવારે 21 કેસ બાદ ગુરુવારે વધુ 23 દર્દીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તમામ સંક્રમિતોને હોમ તેમજ સરકારી,ખાનગી દવાખાનામાં આઇસોલેટ કર્યા છે.જ્યારે તેમના સંપર્કમાં આવેલા 228થી વધુ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા અને સંક્રમિત વિસ્તારોને કન્ટેન્ટમેન્ટઝોનમાં મૂકવા તજવીજ કરાઇ છે.

વિસનગરમાં મહેસાણા રોડ ઉપર આવેલ સિધ્ધેશ્વરી રેસીડેન્સીમાં રહેતા પરમાર હંસાબેન દિનેશભાઇ ને ગત 3 માર્ચના રોજ કોરોના પોઝિટિવ આવતાં વડનગર સિવિલમાં આઇસોલેટ કરાયા હતા જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.જિલ્લામાં ગુરુવારે કોરોના સંક્રમિત શંકાસ્પદ 131 દર્દીના સેમ્પલ પૈકી 114 દર્દીનો રીપોર્ટ નેગેટિવ આવતા ડિસ્ચાર્જ કરાયા હતા.જ્યારે 17 દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,જે પૈકી 2 કેસ અમદાવાદના છે,જ્યારે ખાનગી લેબ ખાતે 8 દર્દીના કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યા છે.જિલ્લામાં અત્યારસુધી કુલ 447 કોરોના પોઝિટિવ પૈકી 150 એકટીવ છે અને 262 દર્દીને હોસ્પિટલથી રજા અપાઇ છે. શહેરના મોઢેરા રોડ પર ત્રણ દર્દી કોરોના સંક્રમણમાં વધ્યા છે.આ ઉપરાંત  રાધનપુર રોડ બાહુબલી સોસાયટી, ઉચી શેરી તેમજ હિમાલયા રોયલ ફ્લેટમાં એક-એક અને  મંડાલી ગામમાં એક વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ 

1.ભાવેશભાઇ કંસારા (ઉ. 41) હિમાલયા રોયલ ફ્લેટ, મહેસાણા,
2.હિતશેભાઇ સોની (ઉ. 32) બાહુબલી સોસાયટી, રાધનપુર રોડ,મહેસાણા,
3.રમેશભાઇ પટેલ (ઉ. 57) રોયલનગર સોસાયટી,મોઢેરા રોડ, મહેસાણા,
4.પ્રવિણાબેન પટેલ (ઉ. 59) વૃંદાવન સોસાયટી, રાધનપુર ચોકડી,મહેસાણા,
5.લીલાબેન પટેલ  (ઉ. 85) ગ્રીનપાર્ક સોસાયટી,મોઢેરા રોડ,મહેસાણા,
6.પંકજભાઇ મોદી (ઉ. 51) પીંકસીટી, મહેસાણા,
7. અંબાલાલ પંડ્યા (ઉ. 84) ઉંચીશેરી, મહેસાણા,
8. કનુભાઇ ચૌધરી  (ઉ.60) આદિત્ય બંગ્લોઝ, સુખાપુરા,મહેસાણા,
9. ઉપેન્દ્રભાઇ રાવળ (ઉ.24) મંડાલી, તા.મહેસાણા,
10.દર્શનકુમાર પટેલ (ઉ.34) સરદારવિલા સંતરામસીટી, કડી,
11.આશિષકુમાર પટેલ (ઉ.32) શિકાગોપાર્ક, કરણનગરરોડ, કડી,
12.દલસીબેન પ્રજાપતિ (ઉ.76) સરદારપટેલ સોસાયટી,કડી,
13.હંસાબેન દલવાડી (ઉ.65) મલહારપુરા, કડી,
14.હાર્દિકકુમાર બારોટ (ઉ.31) પોલીસલાઇન, કડી,
15.હિરેનભાઇ સોની (ઉ.43) શ્રીનાથ રેસિડન્સી,કુંડાળા, કડી,
16.અજયકુમાર પટેલ (ઉ.50) ચાંદણકી,તા. બહુચરાજી,
17.ઇશ્વરભાઇ પ્રજાપતી (ઉ. 70)ગાંભુ, તા. બહુચરાજી,
18. મીનાબેન પટેલ  (ઉ.52) ઘનલક્ષ્મી સોસા, ઊંઝા,
19. ભગવાનભાઇ પટેલ (ઉ.62) ઐઠોર, તા. ઊંઝા,
20.વિક્કી દેવીપૂજક (ઉ.26) ,વિસનગર,
21. મહેન્દ્રભાઇ ચૌધરી (ઉ.46) ગુંજાલા, વિસનગર,
22. જયેશભાઇ પટેલ (ઉ.38) ખદલપુર, તા.જોટાણા,
23. જયદીપ લવાણા (ઉ.24) શ્રીરામ ઇન્ટરસીટી, વિજાપુર

Live Scores Powered by Cn24news