કાશ્મીરીઓ કલમ 370 દૂર થવાથી ખુશ, પાકના 230 આતંકીઓ ઓળખાયા છેઃ દોભાલ

0
13

શ્રીનગર, તા. 7 સપ્ટેમ્બર 2019, શનિવાર

ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનુ કહેવુ છે કે, મોટાભાગના કાશ્મીરી કલમ 370 હટવાથી ખુશ છે. તેઓ આ કલમ હટવાથી રોજગારી, સારૂ ભવિષ્ય અને આર્થિક પ્રગતિને ભવિષ્યમાં જોઈ રહ્યા છે. માત્ર કેટલાક અટકચાળા તત્વો તેનો વિરોધ કરી રહ્યા છે.

ડોભાલે કહ્યુ હતુ કે, સેનાના અત્યાચારોનો તો કોઈ સવાલ જ ઉઠતો નથી. કારણ કે, કાયદો અને વ્યવસ્થા તો જમ્મુ કાશ્મીર પોલીસ અને કેટલાક અર્ધ લશ્કરી દળો સંભાળે છે. સેના તો આતંકવાદીઓ સામે લડવા માટે છે. હવે જમ્મુ કાશ્મીરા 199 પોલીસ સ્ટેશનમાંથી 10 જ પોલીસ સ્ટેશનમાં પ્રતિબંધને લગતા કેટલાક આદેશો અમલમાં છે.

તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન પરેશાની ઉભી કરવા માટે કોશીશ કરી રહ્યુ છે. અમને 230 આતંકવાદીઓની જાણકારી મળી છે. તેમાંથી કેટલાકને પકડી લેવાયા છે. કેટલાકે ઘૂસણખોરી કરી છે. જોકે, અમે કાશ્મીરીઓને આતંકવાદીઓથી બચાવવા માટે કટિબધ્ધ છીંએ. પાકિસ્તાનનુ એક રેડિયો ટાવર સરહદથી 20 કિમી દુર છે. જેના થકી પાકિસ્તાનીઓ કાશ્મીરીઓને ઉશ્કેરણી કરવા માટે સંદેશા મોકલી રહ્યા છે. જેમ કે, હવે સફરજનની ટ્રકો દેશમાં રવાના થઈ રહી છે ત્યારે પાકિસ્તાનીઓ કાશ્મીરમાં પોતાના માણસોને મેસેજ મોકલી રહ્યા છે કે, કેટલી ટ્રકો જઈ રહી છે, તમે રોકી નથી શકતા? તમને બંગડીઓ મોકલી આપીએ?

ડોભાલે વધુમાં નેતાઓને નજરકેદ કરવા પર કહ્યુ હતુ કે, કાયદો વ્યવસ્થાને લઈને સમસ્યાઓ ઉભી થવાની શક્યતા નહોતી. આ નેતાઓ જો જાહેરસભાઓ કરતા તો તેનો ફાયદો આંતકવાદીઓ ઉઠાવતા. કોઈ પણ નેતાને દેશદ્રોહ કે બીજા કોઈ અપરાધ હેઠળ નજરકેદ કરાયા નથી. લોકતંત્રને લાયક વાતાવરણ બનશે નહી ત્યાં સુધી તેઓ નજરકેદ રહેશે. મને વિશ્વાસ છે કે બહુ જલદી કાશ્મીરમાં વાતાવરણ નોર્મલ થઈ જશે. અમે જે પણ કર્યુ છે તે કાયદાની મર્યાદામાં કર્યુ છે. નેતાઓ ઈચ્છે તો નજરકેદને કોર્ટમાં પડકારી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here