23 જુલાઈનું રાશિફળ : મેષ રાશિના જાતકોએ નવી નોકરી ન મળે ત્યાં સુધી જૂની નોકરી છોડવી નહીં

0
46

મેષ

પોઝિટિવ – સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો રહેશે. પરફેક્ટ ફિટનેશને તમે ટાર્ગેટ કરી શકો છો. અંદરથી ઊર્જાનો સંચાર જોવા મળશે. યોગ અને ધ્યાન ધરવામાં મન લાગશે. તેનાથી શારીરિક અમને માનસિક સ્વાસ્થ્યમાં ફાયદો થશે. જીવનમાં આંતરિક શાંતિનો અનુભવ થશે.

નેગેટિવ – બીજાના પ્રભાવમાં આવવાથી કેટલુંક નુકશાન સહન કરવું પડી શકે છે.

લકી કલર– સફેદ
લકી નંબર– 9

લવ – પ્રેમમાં વધુ મગજ લગાવવાથી નુકશાન થઈ શકે છે. દિમાગનું છોડી દિલનું માનવું હિતાવહ રહેશે. આવું કરવાથી પ્રેમીનો ભરોસો પુનઃસ્થાપિત થશે.

કરિયર – વ્યવસાયમાં હલ-ચલ રહેશે. તેમાં ઘણા ફેરફારો થવાના પણ યોગ રહેલા છે. કમાણીને લઈને કેટલીક મૂંઝવણ આવી શકે છે કારણકે છેલ્લા કેટલાક સમયથી પ્રગતિ વિના એક જ સ્થળે સ્થાયી થયેલા હશો. ગણેશજી કહે છે કે, નવી નોકરી ન મળે ત્યાં સુધી જૂની નોકરી છોડવી નહીં. ભવિષ્યમાં તમારા માટે અનેક તક ખૂલશે.

હેલ્થ – પાણીજન્ય પેટના રોગો થઈ શકે છે. લાંબા સમયથી ચાલતી ખાંસી માટે યોગ્ય ઉપાય મળશે. દરરોજ થોડું ચાલવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

વૃષભ

પોઝિટિવ – તમે સુંદરતાને વધુ મહત્ત્વ આપી રહ્યા છો. કલાત્મકતા તમને વધુ પસંદ છે. તમારા કામને રસપૂર્વક કરવામાં માનો છો. અત્યારસુધી તમને એવું લાગતું હતું કે, સમાજમાં તમે ક્યાંય ફીટ નથી લાગતા. તમારા સ્વભાવ મુજબનાં મિત્રો નહીં મળવાઓ અફસોસ પૂર્ણ થતો લાગે.

નેગેટિવ – રમત-ગમતમાં ધ્યાન રાખવું. ગંભીર ઈજા થવાની શક્યતા રહેલી છે. તમારા પ્રત્યે લોકોની ખોટી ધારણાઓ વધુ મજબૂત થાય તેવી ઘટનાઓ બની શળકે છે.

લકી કલર – લીલો
લકી નંબર – 2

લવ – પ્રેમની કસોટીમાં પાર ઊતરશો. પ્રેમથી વધીને આગળ તમારા માટે બીજું કંઈજ નથી. પ્રેમની શક્તિનો સ્તંભ બનીને ઊભરશો. થોડા ઉતાર-ચઢાવ રહેશે પરંતુ પ્રેમ અને સુખમાં કોઈ ખોટ નહીં વર્તાય.

કરિયર – ભાગ્ય અને પ્રયાસ બંનેનાં સહારે કરિયરમાં આગળ વધવાની તક છે. છેલ્લા ઘણા સમયથી જેના માટે પ્રયત્નશીલ હતા તે કામ પૂર્ણ થશે. કેટલાંક લોકો હાલની નોકરીથી અસંતુષ્ટ રહી શકે છે, તેઓ નોકરી બદલવાનો નિર્ણય લઈ શકે છે. કરિયર સાથે જોડાયેલા પરિવર્તનો માટે પ્રબળ યોગ રહેલો છે. કાર્યક્ષેત્રમાં સાવધાન રહેવાની જરૂર છે.

હેલ્થ – આજનો દિવસ સ્વાસ્થ્યને લઈને સારો રહેશે. તમે ફીટ અને એનર્જેટિક રહેશો. જીભનો સ્વાદ સ્વાસ્થ્ય ઉપર પ્રતિકૂળ અસર વર્તાવી શકે છે. મોસમી બીમારીનો સામનો કરવો પડી શકે છે.

મિથુન

પોઝિટિવ – આજનો દિવસ તમારા માટે શુભ છે. રોકાયેલા કામ પૂર્ણ થવાનો યોગ છે. સમાજમાંથી સન્માન મળી શકે છે. પ્રેમ-પ્રસંગમાં સફળતા મળશે. પરિવારજનોનો સહયોગ મળશે. પરેશાની હોય તો પિતા દ્વારા માર્ગદર્શન મળી શકે છે. માતાના સ્વાસ્થ્યમાં આરામ મળશે. ભાગ્ય પણ અનુકૂળ રહેશે.

નેગેટિવ – મનમાં તણાવ પેદા થશે. ક્રોધ પણ આવશે. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. જેના કારણે મનમાં ચીડિયાપણું રહી શકે છે.

લગી કલર – લાલ
લકી નંબર – 8

લવ – સામાજિક કાર્યક્રમોમાં ભાલ લેશો, જાણીતા લોકોના સંપર્કમાં રહેશો જે ઓળખાણ પ્રેમને પામવામાં મદદરૂપ બની શકે છે.

કરિયર – નોકરી બદલવાની ઈચ્છા પુરી થાય તેવા અણસાર દેખાય છે. કરિયરમાં આગળ વધવા માટે સારી તક છે. પગાર વધવાની પણ પ્રબળ સંભાવનાઓ રહેલી છે.

હેલ્થ – સ્વસ્થ જીવવનો ભરપુર આનંદ ઉઠાવી શકો છો. ખાવા-પીવાની મઝા માણવાની સાથે મિત્રો સાથે ફરવાનો આનંદ ઉઠાવી શકો છો.

 

કર્ક

પોઝિટિવ – પરિવારના તમામ સભ્યો પ્રેમભર્યા વાતાવરણમાં દિવસ પસાર કરશો. પરિવારને ખૂશ રાખવામાં તમારી ભૂમિકા મહત્ત્વની રહેશે. તમારુ કર્તવ્ય સમજીને પરિવારની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવી તે તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.

નેગેટિવ – ધંધામાં જોડાયેલા લોકોએ આર્થિક બાબતોને લગતો મોટો નિર્ણય લેવો નહીં. કરિયર સાથે જોડાયેલા ફેરફારમાં પણ પડકારરૂપ સમયની શરૂઆત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં જો કોઈ નવું કામ કરવા જઈ રહ્યા છો તો તમારા સાથી કર્મીઓ વિરોધ કરી શકે છે.

લકી કલર – પીળો
લકી નંબર – 7

લવ – તમે કામમાં એટલા વ્યસ્ત રહેશો કે રોમાંટિક લાઈફ સાઈડલાઈન થઈ જશે. જીવમાં સંબંધો ખૂબ મહત્ત્વના રહેશે જેને કાયમ રાખવાનો પ્રયત્ન કરશો. જોકે તેના માટે થોડો સમય કાઢવો પડશે.

કરિયર – તમારા વ્યવસાયમાં બાળખો પણ સહયોગ આપશે. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું. દુશ્મન સામે લડવા માટે બુદ્ધિનો પ્રયોગ કરવો. જીવનસાથીના ભાગ્યને લીધે તમને દરેક ક્ષેત્રે સફળતા મળશે. આવકના નવા સાધનો મળશે. કાનુન સાથે જોડાયેલી બાબતોમાં પણ સફળતા સાંપડે.

હેલ્થ – જે જૂની બીમારીઓથી પીડાઈ રહ્યા છો તેમાંથી છુટકારો મળતો હોય તેવો અનુભવ કરશો. જોકે હજી થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મોસમી બીમારીથી બચવું. ઈન્ફેક્શનનો ડર રહેશે.

સિંહ

પોઝિટિવ – મનમાં પ્રસન્નતા રહેશે. કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસ વધશે. પરિવારમાં આનંદભર્યુ વાતાવરણ રહેશે. ભાઈઓ પાસેથી મદદ મળશે. સંતાનો માટે સારો સમય છે. સંતાનોને કામમાં સફળતા મળતા તમે ખુશી આનુભવશો.

નેગેટિવ – માતાનું સ્વાસ્થ્ય થોડું બગડી શખે છે. સંતાનોની કોઈ વિશેષ સમસ્યા આવી શકે છે જેને હલ કરવા માટે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. છેલ્લા કેટલાક સમયથી પાચનતંત્રને લઈને સમસ્યા ચાલી રહી છે. જીવનસાથીનાં ગ્રહો અત્યારે વધુ પ્રભાવશાળી છે જેથી બંને વચ્ચે સામંજસ્ય રાખીને ચાલવું.

લકી કલર – રાખોડી
લકી નંબર – 3

લવ – પ્રેમ માટે સારો સમય છે. એકલવાયું જીન જીવતા લોકો માટે પણ પ્રેમ અને હુંફ મળી શકે પણ તે લાંબો સમય ટકશે નહીં. રોમાન્સ માટે સારું સ્થળ મળી રહેશે.

કરિયર – મન પ્રસન્ન રહેશે અને કામમાં આત્મવિશ્વાસ વધશે. પરિવાર અને સમાજમાં માન જળવાઈ રહેશે. ભાઈઓ પાસેથી સહયોગ મળી રહેશે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. સાસરી પક્ષે કોઈ ધાર્મિક પ્રસંગ બની શકે છે.

હેલ્થ – માતાનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. જીવનસાથી દ્વારા કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ધનનો ઉપયોગ થઈ શકે છે. સાસરી પક્ષે કોઈની તબિયત બગડ્યાના સમાચાર મળી શકે છે.

 

કન્યા

પોઝિટિવ – સંતાનોની સફળતાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. જીવનસાથીની તર્કશક્તિ પ્રભાવિત હોઈ શકે છે. જીવનસાથીની સહાલ માનવી, તેમની વાત સાંભળ્યા પછી જ કોઈ મોટો નિર્ણય લેવો. અજાણ્યો દુશ્મન તમારૂં કાર્ય બગાડી શકે છે. પરંતુ, ગણેશજીની કૃપાથી તમારી સૂઝના કારણે તેના ઉપર વિજય મેળવી શકશો.

નેગેટિવ – આજનો દિવસ સામાન્ય રહેશે. મનમાં તણાવ રહેશે. કામ કરવામાં આત્મવિશ્વાસ ખૂટતો હોય તેવું લાગશે. નિર્ણય લેવામાં અસમંજસતા અનુભવાશે. કોઈ બાબતને લઈને ભાઈઓ સાથે મતભેદ થઈ શકે છે.

પરિવાર – જીવનસાથી તરફથી પુરતો સહયોગ મળશે.

લકી કલર – ગુલાબી
લકી નંબર – 4

લવ – રોમાંટિક લાઈફ માટે આ સમય મુશ્કેલભર્યો હોઈ શકે છે. પ્રેમ કર્યો છે તો ભરોસો પણ કરવો પડશે. દામ્પત્ય જીવન માટે આ સુખદ સમય છે.

કરિયર – આવકના સાધનો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરો. સંતાનો માટેના કાર્યો સંપન્ન થશો. જેથી મન હળવું થશે. શિક્ષણ ક્ષેત્રે સંતાનોને સફળતા મળશે.

હેલ્થ – સ્વાસ્થ્યમાં ચમત્કારિક પરિવર્તન જોવા મળશે. શરીરમાંથી એકાએક દુઃક દૂર થશે અને ક્યારેય દુઃખ થયું જ નથી તેવો તાજગીભર્યો અનુભવ કરશો. પરંતુ ખાવા-પીવામાં ધ્યાન નહીં રાખો તો ફરી બીમારીની ચપેટમાં આવી શકો છે.

 

તુલા

પોઝિટિવઃ આજનો દિવસ શુભ રહેશે. પારિવારિક પરિસ્થિતિ સારી રહેશે. જીવનસાથી પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વધશે, પહેલાં કરતાં સંબંધ વધારે મજબૂત બનશે. અંગત જીવનમાં થોડો તણાવ રહેશે.

નેગેટિવઃ કાર્યમાં સંઘર્ષ રહેશે. સામાજિક જીવનમાં ગેરસમજ થઈ શકે છે. ઘરમાં કોઈ વડીલની વાતથી અસહમતિ દર્શાવશો.

પરિવારઃ પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

લવઃ પ્રેમ સંબંધમાં ક્યારેક હા ક્યારેક ના જેવી સ્થિતિ રહેશે. સામાન્ય ઝઘડો થઈ શકે છે.

લકી કલરઃ કાળો
લકી નંબંરઃ 1

કરિયર – વ્યવસાયમાં સામાન્ય સ્થિતિ રહેશે. પ્રગતિ મેળવવામાં ઉતાવ કરવી નહીં અને ધીરજ રાખવી. સહકર્મીઓ સાથે મેત્રીપૂર્ણ વ્યવહાર કરવો, જેથી તમને ફાયદો થશે.

હેલ્થ – આંખમાંથી આંસુ આવી જાય તેવી પીડાનો અનુભવ થઈ શકે છે. તમારે ધીરજ રાખવી પડશે. કદાચ તમને એવું લાગે કે જીવન હવે સમાપ્ત થઈ ગયું છે પરંતુ એવું નથી. આગળનું જીવન એકદમ સ્વસ્થ રહેશે.

 

વૃશ્ચિક

પોઝિટિવઃ ઘર-પરિવારમાં શુભ કાર્ય થવાના યોગ છે. ઘર સાથે જોડાયેલા કોઈ પણ સારા સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યક્રમોમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. લગ્નજીવનમાં સુખ શાંતિ જણાશે. ઘરના વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો

નેગેટિવઃ કોઈની પણ વાત સાંભળ્યા વગર કોઈ નિર્ણય લેવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરિવારિક સમસ્યાને સાંભળવી અને સમજવી બાદમાં કોઈ નિર્ણય લેવો. પોતાની વાતને જબરદસ્તી કોઈના પર ન થોપવી જોઈએ.

પરિવારઃ વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો.

લવઃ પ્રેમ શું છે તેની અનુભૂતી થઈ શકે છે. પ્રેમમાં તમે પરિપક્વ થશો.

લકી કલરઃ કેસરી
લકી નંબરઃ 2

કરિયર – સ્થાયી સંપત્તિના યોગ બનશે. વ્યવસાયને લઈને મહત્વપૂર્ણ પ્રવાસ કરી શકો છો. કાનૂની મામલામાં સફળતા મળશે. અટવાયેલ કામમાં કરી શકશો. ગણપતિજીના આશીર્વાદથી તમારા કાર્ય પૂરા થશે. માતાની પ્રેરણાથી તમને સફળતા પ્રાપ્ત થશે.

હેલ્થ – મોસમી બીમારીથી સંભાળવું. લોહી સંબંધી બીમારી થઈ શકે છે. તમને ત્વાચા સંબંધી રોગ થઈ શકે છે. પેટ સંબંધી બીમારી થવાનાં યોગ છે.

 

ધન

પોઝિટિવઃ આજે તમને સફળતા પ્રાપ્ત થશે અને કાર્યને સારી રીતે પાર પાડી શકશો. સામાજિક ક્ષેત્રે સારું પદ પ્રાપ્ત કરી શકાશે. જીવનસાથી સાથે સમાધાન થશે. સાસરી પક્ષ તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. આવકના સાધન મજબૂત થશે.

નેગેટિવઃ વાસ્તવમાં તમારું કંઈ ખરાબ નહીં થાય પણ તમારા મનમાં નકારાત્મક વિચારો લાવવા નહીં. તમે મજબૂત મનોબળ ધરાવતા હોવાનું માનવામાં આવે છે પરંતુ ક્યારેક ક્યારેક તમારું મન વિશ્વાઘાત કરી શકે છે અને તમારા દિલમાં બેચેની પેદા થઈ શકે છે. આ બધા પર તમારે વિજય પ્રાપ્ત કરવાનો છે.

પરિવારઃ પતિ-પત્ની વચ્ચે તકરાર થવાની સંભાવના છે.

લવઃ પ્રેમી અથવા પાર્ટનરનો સાથ મળવાથી તમને કાર્યમાં સફળતા મળશે. પાર્ટનરનું સન્માન કરવું અને આપવામાં આવેલી સલાહ પર વિચાર કરવો.

લકી કલરઃ પીળો
લકી કલરઃ 9

કરિયર – નવી જાહેરાત અથવા નવી યોજના અથવા સારા સમાચારથી તમારી ખુશીનો કોઈ પાર નહીં હોય. આજનો દિવસ તમારા માટે ફૂલગુલાબી સમાન રહેશે. લોકોને લાગશે કે તમે કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને હકીકતમાં તમે આવું કરશો.

હેલ્થ – કોઈ ચિંતાની વાત નથી. તમે એકદમ ફિટ મહેસૂસ કરશો. એટલે સુધી કે લોકોને લાગશે કે તમારી કાયાપલટ થઈ ગઈ છે. આજના દિવસે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

 

મકર

પોઝિટિવઃ મન પ્રસન્ન રહેશે. તમે પહેલાની વાતને લઈને તણાવ મુક્ત રહેશો. આત્મવિશ્વાસ વધશે અને મન લગાવીને કાર્ય કરી શકશો. પરિવારમાં તમારું સન્માન વધશે. સામાજિક ક્ષેત્રમાં વધારે સક્રિય હોવાને કારણે સમાજમાં તમને કોઈ વિશેષ પદ પ્રાપ્ત થઈ શકે છે. ભાઈઓનો સહયોગ પ્રાપ્ત કરી શકો છો.

નેગેટિવઃ કાર્યક્ષેત્રમાં કોઈ વિવાદ થવાથી મન ચિંતામાં રહેશે. નિર્ણય લેવામાં સમસ્યા થઈ શકે છે. ભગવાનની ભક્તિમાં મન લાગશે. પરિવાર તરફથી સહયોગ મળી રહેશે. મનમાં ડર રહ્યાં કરશે.

પરિવારઃ જીવનસાથીનો સહયોગ મળી રહેશે.

લવઃ પ્રેમ સંબંધ સ્થિર રહેશે. કોઈ ત્રીજી વ્યક્તિના આવવાથી સંબંધ ખરાબ થઈ શકે છે.

લકી કલરઃ વાદળી
લકી નંબરઃ 4

કરિયર – કાર્ય કરવામાં આજે આત્મવિશ્વાસની કમી મહેસૂસ કરશો. પરિવારનો સહયોગ મળશે, પરંતુ ભાઈઓની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ સર્જાય શકે છે. માતાના ભાગ્યથી તમને ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે.

હેલ્થ – મગજ સક્રિય રહેશે અને કાર્ય કરવા માટે શરીરમાં સ્ફૂર્તિ મહેસૂસ કરશો. વાધરે તણાવમાં ન રહેવું, નહીં તો બ્લડપ્રેશર વધી શકે છે.

 

કુંભ

પોઝિટિવઃ મન પ્રફૂલ્લિત રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલી યોજનાથી કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. તમારા કાર્યમાં ભાઈનો સહયોગ મળશે અને પરિવારનો સાથ-સહકાર મળી રહેશે.

નેગેટિવઃ સંતાન સંબંધી ચિંતા રહેશે. સાસરીમાં કઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સંઘર્ષ થશે. મન ઉદાસ રહેશે. કાર્ય કરવામાં મન નહીં લાગે અને નિર્ણય લેવામાં મુશ્કેલી થશે. શત્રુઓ દ્વારા તમારી છાપ ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. પરિવારઃ પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે.

લવઃ કોઈનું દિલ જીતવામાં મુશ્કેલી થશે. થઈ શકે છે કે તમે જેને પ્રેમ કરો છો તેને તમારા દિલની વાત કરી શકશો.

લકી કલરઃ પીળો
લકી નંબરઃ 2

કરિયર – મલ્ટી ટાસ્કિંગ કરીને તમે વધારે પૈસા કમાઈ શકશો. પ્રમોશન મળના યોગ દેખાય રહ્યાં છે. થઈ શકે છે કે નવી નોકરીની ઓફર આવે જેની તમે રાહ જોઈ રહ્યાં હતા. આજે તમને તમારા મહેનતનું ફળ મળશે.

હેલ્થ – સ્વાસ્થ્ય નબળું રહેશે. બને તો સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું. માતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

 

મીન

પોઝિટિવઃ પહેલાનાં અટવાયેલાં કાર્યો કરી શકશો. મીઠી વાણી વાપરવી. ઘરમાં વડીલોની પારિવારિક પરિસ્થિતિને સ્થિર કરવામાં મદદ મળશે. નવ લગ્ન થયા હોય તેઓ એક-બીજાની નજીક આવશે, તેમનો સંબંધ મજબૂત બનવવા પ્રયત્ન કરશે.

નેગેટિવઃ મનમાં તણાવ અને અસ્થિરતા બની રહેશે. કાર્ય કરવામાં આત્મવિશ્વાસની કમી જણાશે જેથી તમે કાર્યને ડરી ડરીને કરી શકશો. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. સંતાન વચ્ચે વિચારોને લઈને મતભેદ સર્જાય શકે છે.

પરિવારઃ પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે અને એક-બીજાની નજીક આવશે.

લવઃ પ્રેમમાં સફળતા મળશે અને પાર્ટનરનો સહયોગ પ્રાપ્ત થશે. લવ પાર્ટનરની સાથે સંબંધ ગાઢ બનશે. તેનાથી જીવનમાં ખુશી આવશે.

લકી કલરઃ વાદળી
લકી નંબરઃ 8

કરિયર – નોકરીમાં ઉંચો હોદ્દો મળવાના યોગ છે. મહેનતની સાથે કામ કરવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી કાર્યક્ષમતાથી તમે એક નવી ઓળખ ઉભી કરી શકશો. નોકરી બદલવાના વિચારો ન કરવા.

હેલ્થ – સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here