24 કલાકમાં સુરતના ઉમરપાડામાં 9 ઈંચ, બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો

0
0

સુરત. નિસર્ગ વાવાઝોડાના કારણે શહેરમાં છેલ્લા ચાર દિવસથી રહેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદ પડ્યો છે. વહેલી સવારથી પણ વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આગામી 8 જૂને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઇ રહી છે. આ સિસ્ટમના કારણે આગામી 10 જૂન બાદથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાના એંધાણ છે.

ઉમરપાડામાં એક મહિનાનો વરસાદ એક દિવસમાં પડ્યો

ઉમરપાડામાં પ્રિમોન્સૂન વરસાદ થયો હતો. વાતાવરણમાં એકા એક પલટો આવ્યો હતો અને અચાનક પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને ગણતરીના કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી કોતર નાળા છલકાઈ ગયા હતા. ઉમરપાડાના પ્રવેશ દ્વાર નજીકનું ગરનાળું પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ત્રણ કલાક માટે વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો. ઉમરપાડા ઉચવાણના બજાર વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ જતાં ઘરો અને દુકાનમાં પાણી ઘૂસ્યા હતાં. નજીકના વેપારી મથક કેવડી ગામે ધોધમાર વરસાદ થતાં  નદીનાળા ઉપર પાણી ફરી વળ્યા હતા ઉમરપાડા તાલુકામાંથી પસાર થતી મોહન નદી અને વીરા નદી માં ધસમસતા પૂર આવતા નાના પુલ ગળનાળા ઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર થોડા કલાકો માટે અટકી ગયો હતો બીજી તરફ સમગ્ર તાલુકાના ખેડૂતોમાં સારા વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં આનંદ છે. ગત જુન માસમાં 7 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે શનિવારના માત્ર 3 કલાકમાં 9 ઈંચ વરસાદ પડ્યો હતો. આખા મહિનાનો વરસાદ માત્ર કલાકમાં ખાબક્યો હતો.

સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં 1 ઈંચ વરસાદ પડ્યો

મોડીરાતથી સુરત શહેરના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે અચાનક વરસાદ ખાબક્યો હતો. જ્યારે આજે વહેલી સવારે પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. શહેરમાં સવારે 6 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 6 મીમી, સાઉથ ઝોનમાં 8 મીમી, અને સાઉથ વેસ્ટ ઝોનમાં 27 મીમી વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકનો દક્ષિણ ગુજરાતનો વરસાદ

ઉમરપાડા 232 મીમી
સુબીર 33 મીમી
ઉચ્છલ 26 મીમી
સુરત સિટી 6 મીમી
કપરાડા 5 મીમી
વઘઈ 3 મીમી
ચીખલી 1 મીમી
વાંસદા 1 મીમી
વલસાડ 1 મીમી

 

ગુજરાતના આ 10 તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ

જિલ્લો તાલુકો કેટલો વરસાદ(ઇંચમાં)
સુરત ઉમરપાડા 9.1
બનાસકાંઠા દિયોદર 2.5
અમરેલી લિલિયા 2.5
બનાસકાંઠા સુઇગામ 2.1
બનાસકાંઠા કાંકરેજ 1.9
ભાવનગર ઉમરાળા 1.9
બનાસકાંઠા થરાદ 1.8
વડોદરા કરજણ 1.4
ડાંગ સુબિર 1.3
બોટાદ બોટાદ 1.2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here