નિવેદન : વાયુસેના પ્રમુખ ભદૌરિયાએ કહ્યું- પીઓકેમાં આતંકી કેમ્પો પર કાર્યવાહી માટે 24 કલાક તૈયાર, પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરે

0
7

નવી દિલ્હી. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર(પીઓકે)માં આતંકી કેમ્પો પર કાર્યવાહીની જરૂર પડી તો એરફોર્સ 2 કલાક તૈયાર છે. ભદૌરિયાએ કહ્યું કે આપણા દેશમાં ક્યારે પણ આતંકી હુમલો થાય છે તો પાકિસ્તાને ચિંતા કરવી જોઈએ. પાકિસ્તાન આ ચિંતામાંથી મુક્ત થવા માંગે છે તો તેણે ભારતમાં આતંકવાદને પ્રોત્સાહ આપવાનું બંધ કરવું જોઈએ. ભદૌરિયાએ ન્યુઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં આ વાત જણાવી છે. તેમને હંદવાડા આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ભારત તરફથી કરાતી કાર્યવાહીનો ડર છે કે કેમ ? તે અંગેનો સવાલ કરવામાં આવ્યો હતો.

હવાઈ સીમા ઉલ્લંઘન પર પણ નજર

લદ્દાખમાં ચીનની હવાઈ સીમાના ઉલ્લંઘનની ઘટના પર ભદૌરિયાએ કહ્યું કે તે અસામાન્ય ગતિવિધિ હતી. આવી ઘટનાઓ પર અમે નજર રાખીએ છીએ અને કાર્યવાહી પણ કરીએ છીએ. આવા મામલાઓમાં વધુ ચિંતા કરવાની જરૂર નથી. નવ મેના રોજ નોર્થ સિક્કિમના નાકૂ લા સેકટરમાં ભારતીય અને ચીનના સૌનિકોની વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુલ કન્ટ્રોલની પાસે ચીનની સેનાના હેલિકોપ્ટર જોવા મળ્યા હતા. બાદમાં ભારતીય વાયુસેનાએ પણ સુખોઈ સહિત બીજા લડાકુ વિમાનોથી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.

હંદવાડામાં આ મહિનામાં 8 જવાનો શહીદ થયા હતા

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં બે મેના રોજ આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ આશુતોષ સહિત 5 જવાન શહિદ થયા હતા. એન્કાઉન્ટર દરમિયાન સેનાએ બે આતંકીઓને પણ ઠાર કર્યા હતા. તેમાંથી એક લશ્કર-એ-તૈયબાનો ટોપ કમાન્ડર હૈદર હતો. બાદમાં 4 મેના રોજ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર થયેલા આતંકી હુમલામાં 3 જવાનો શહીદ થયા હતા. એન્કાઉન્ટરમાં એક આતંકી શહિદ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here