Wednesday, September 29, 2021
Homeઅમેરિકામાં કેલિફોર્નિયા ખાતે ભારતીય મૂળના 24 સફળ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરાયું
Array

અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે ભારતીય મૂળના 24 સફળ પ્રતિભાશાળી મહિલાઓનું સન્માન કરાયું

અમેરિકામાં અશોકચક્ર થીમ ઉપર 24 વિવિધ ક્ષેત્રની પ્રતિભાસંપન્ન અને સફળ નારીઓના સમ્માનનો સમારોહ યોજાયો હતો. ભારતીય નારીએ વિદેશ કરેલ પ્રગતિ રાષ્ટ્રના સ્વાભિમાનને ગૌરવ અપાવનારું છે. આજની આધુનિક નારીએ તેની આસપાસની નબળાઈઓને દૂર કરી મજબૂત પ્રગતિ કરી સમાજ અને કુટુંબ અને રાષ્ટ્રનું ગૌરવ બનવા પ્રયાસ રત છે. સાહસ, પરિપક્વતા, સહિષ્ણુતા તથા મક્કમ નિર્ધારના કારણે તેણે દેશ અને વિદેશની ધરતી ઉપર પોતાની વિશેષ ઓળખ ઊભી કરી છે, જેમાં તે સાહસિક પરિપક્વ, સહિષ્ણુ તથા મજબૂત આકાંક્ષાઓ ધરાવનારી મહિલાના રૃપમાં બહાર આવી છે. તેણે પોતાની સમજદારી અને વિવેક બુદ્ધિથી પોતાની અલગ ઓળખ બનાવી છે.

અમેરિકામાં વસતા ભારતીય મૂળની 24 પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાય ઉપરાંત વિવિધ ક્ષેત્રો કાર્યરત આ મહિલાઓનો સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્ક, ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપ દ્વારા સન્માન સમારોહનું આયોજન થયું હતું.

ભારતીય સમાજ જ્યાં જાય ત્યાં ભારતીયતાનો ધ્વજ લહેરાવે છે. ભારતીય સ્ત્રી તેના વેશ, આભૂષણ અને સંસ્કાર વારસાને સાચવી પરદેશ ની અધુનિકતાને પણ અપનાવી સમ્માનનીય પ્રગતિ સાધી રહી છે.વિદેશની ધરતી ઉપર ભારતીય સ્ત્રી ની પ્રગતિ, હોંશિયારી, સાહસ, અને કર્મશીલતાને સમ્માનવામાં આવ્યા છે. અમેરિકામાં આ વર્ષે સૌપ્રથમવાર ભારતના ગૌરવસમાં અશોકચક્રના 24 આરા ની થીમ પર મૂળ ભારતીય મહિલાઓને સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.

કેલિફોર્નિયા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્ટેપ ટૂ સ્ટેપ ઇન્કના વાસુ પવાર, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પરિમલ શાહ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રૂપ યોગી પટેલ દ્વારા આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં સેરિટોઝ કોલેજના ચેરપર્સને નોઝિયા યહિયાં ડાયરેક્ટર કેરોલ ખેઝ, ડાઉગ થોમસન, જીગ્નેશ મહેતા, અનિલ દેસાઇ, એક ફિન્નેલ તથા ઓનેસ્ટ રેસ્ટોરન્ટના કૌશિક પટેલએ વિશેષ હાજરી આપી હતી.

સન્માન સમારોહમાં સંબોધન કરતાં વાસુ પવારે જણાવ્યું હતું કે, આપણી ભારતીય મહિલા વિશેષોને સન્માન કરતાં અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. પરિમલ શાહે જણાવ્યું હતું કે, વિદેશની ધરતી પર ભારતીય મહિલાઓની સાહસિક્તાને સન્માનવાનો આ પ્રસંગ એક યાદગાર અવસર બન્યો છે. લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે એમના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ સન્માન સમારોહ મૂળ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો છે. અશોકચક્રની આરાઓ દ્વારા વિશેષ સંદેશા આપવામાં આવે છે. તે ધ્યાને લઇને સન્માન સમારોહમાં જુદા-જુદા ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાથી સમાજ ઉપયોગી અને વિવિધ સાહસિક કાર્યો કરનાર મૂળ ભારતીય મહિલાઓનું સન્માન થઇ રહ્યું છે જે અમેરિકામાં વસતા ભારતીય માટે પણ ગૌરવનો પ્રસંગ છે. આયોજકોએ નારી સમ્માન સમારોહના આયોજનમાં સહકાર આપનાર સર્વેનો આભાર માન્યો હતો.

સન્માન સમારોહમાં પૂર્વ મિસ એશિયા, યુએસએ સ્મિતા વસંત, ભારતીય સંસ્કૃતિ અને હિન્દી ભાષામાં ફિ૯મ બનાવતાં તથા એક્ટિવિસ્ટ ઐશ્વર્યા નિધિ મેક-અપ આર્ટિસ્ટ ડાન્સ કોરિયોગ્રાફર મોનાલિસો ખંડકે, ઓટિઝમની ખામીવાળી બાળકો માટે જેમના પ્રયાસથી 1 લાખ ડોલરનું દાને એકત્ર થયું એવા 16 વર્ષીય વિદ્યાર્થિની રાધિકા શાહ, કથક ડાન્સર આરતી માણે, સ્ત્રી સશક્તિકરણ માટે કાર્યરત ચારુ શિવકુમારણ, 22 વર્ષની વિદ્યાર્થિની તથા રેન્ડમ એટ્સ કાઇન્ડને સ ક્લબની સ્થાપક મહામારીમાં જાગૃતિ ફેલાવતાં તેના નુ૨, ગાયનેકોલોજિસ્ટ અને કોમેટિક સર્જન ડૉ. મનોરમાં ગુપ્તા, કેલિફોર્નિયા રાજ્યના કરે કશન વિભાગના નિવૃત નર્સ કન્સલટન્ટ રાની કુન્સો, ભારતીય ક્લાસિકલ ડાન્સર ડો. સિંદૂરી જયસિંઘે, ગાયકકમ્પોઝર-ગીતકાર ડો. રોહઝે મુરલી ક્રિઝન, યુ એસ એ કનેક્ટ વિભાગના પ્રીપેઇડ યુએસએના ફાઉન્ડ અને પ્રેસિડન્ટ ડૉલી ઓઝા, હોપ બી. લીફના સ્થાપક રૂહી હક, રીપબ્લિક સિટીઝ અને કમ્યુનિટીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીના પણ, માઇકલ મહેતા, લેખિકા હર્ષિ ગીલ, નવલ કથાકાર કમલેશ ચૌહાણ, પોતાના કુટુંબમાંથી પ્રથમ સ્નાતક બનેલાં પાર્વતી કોટા, સામાજિક કાર્યકર્તા બળજીત કોર ટુર, મ્યુઝિક આર્ટિસ્ટ ડો. વર્ષિણી મુરલીક્રિનને, ભરતનાટ્યમ તથા પેન્ટિંગ માટે જાણીતા જયા તેમાની, સાહસના સ્થાપકે પાયલ સહાણે, વર્લ્ડ હેરિટેઝ કલ્ચરલ સેન્ટરના શેટ્ટી પરસૌદનું સન્માન કરાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments