Thursday, September 23, 2021
Home25 ટકા મેચ પુરી થઈ, 4769માંથી 60 ટકા રન બાઉન્ડ્રીથી આવ્યા, ચેન્નાઈએ...
Array

25 ટકા મેચ પુરી થઈ, 4769માંથી 60 ટકા રન બાઉન્ડ્રીથી આવ્યા, ચેન્નાઈએ તેની તમામ મેચ જીતી

સ્પોર્ટસ ડેસ્ક. આઈપીએલ સિઝન 12ની અત્યારસુધીમાં 14 મેચ રમાઈ ચૂકી છે. એટલે કે સિઝનની 25 ટકા મેચ પૂરી થઈ છે. આ ટૂર્નામેન્ટમાં રમી રહેલી 8 ટીમોએ મળીને અત્યાર સુધીમાં કુલ 4769 રન બનાવ્યા છે. આ દરમિયાન 161 ખેલાડીઓ આઉટ થઈ ચૂક્યા છે. તો કુલ 4769 રનમાંથી 2846 રન એટલે કે 60 ટકા રન તો માત્ર બાઉન્ડ્રી (437 ચોક્કાથી અને 183 સિક્સ) થી જ આવ્યા છે. બધી જ ટીમો ઓછામાં ઓછી 3-3 મેચ રમી ચૂકી છે. જેમાં ચેન્નાઈ સુપરકિંગ્સ એકમાત્ર એવી ટીમ છે જે તેની તમામ મેચ જીતીને સ્કોર બોર્ડમાં સૌથી ઉપર છે.

કિંગ્સ ઈલેવન પંજાબ ટોપ સ્કોરર

બાઉન્ડ્રીથી રન બનાવવાની બાબતમાં દિલ્હી કેપિટલ સૌથી આગળ છે. જેણે અત્યાર સુધી 4 મેચ રમી છે અને તેમાં 75 ચોક્કા અને 22 સિક્સ લગાવી છે. આ ટીમના કુલ રન 697 છે અને અત્યાર સુધીમાં ટીમની 28 વિકેટ પડી છે. તો સ્કોર બોર્ડમાં સૌથી આગળ રહેલી ચેન્નાઈની ટીમ બાઉન્ડ્રીથી રન બનાવવાની બાબતમાં સૌથી પાછળ છે. ચેન્નાઈની ટીમે 3 મેચમાં 34 ચોક્કા અને 14 સિક્સર લગાવી છે.

કિંગ્સ ઈલેવન પંજાબ, દિલ્હી કેપિટલ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમો આ સિઝનમાં 4-4 મેચ રમી ચૂકી છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ હજી 3-3 મેચ રમી છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન પંજાબની ટીમે બનાવ્યા છે. પંજાબની ચાર મેચમાં 717 રન થયા છે. અને અત્યાર સુધી 19 વિકેટ પડી ચૂકી છે.

હૈદરાબાદે 47+ રન પ્રતિ વિકેટની સરેરાશથી બનાવ્યા
પ્રતિ વિકેટે રન બનાવવાની બાબતમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ટોપ પર છે. આ ટીમ 3 મેચ રમીને 613 રન બનાવ્યા છે. જે દરમિયાન 13 વિકેટ પડી ચૂકી છે. એટલે કે 47.15 પ્રતિ વિકેટની સરેરાશથી રન બનાવ્યા છે. ચેન્નાઈ ની ટીમ આ બાબતમાં ચોથા નંબરે છે. ચેન્નાઈએ 33 રન પ્રતિ વિકેટની સરેરાશથી કુલ 396 રન બનાવ્યા છે. તો 37.47 ની સરેરાશથી રન બનાવનારી પંજાબની ટીમ બીજા ક્રમે અને 36.63 ની સરેરાશથી 586 રન બનાવનારી કોલકાતાની ટીમ ત્રીજા નંબરે છે.

ડેવિડ વોર્નર 200+ રન બનાવનારો એકમાત્ર ખેલાડી

હૈદરાબાદની ટીમનાં ખેલાડી ડેવિડ વોર્નર આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. તેણે સૌથી વધુ બાઉન્ડ્રી એટલે કે 23 ચોક્કા અને 10 સિક્સર લગાવી 3 મેચમાં 254 રન બનાવ્યા છે. જેમાં તેની એક સદી અને બે અડધી સદી પણ સામેલ છે. કોલકાતાની ટીમના આન્દ્રે રસેલ સૌથી વધુ સિક્સર લગાવનાર ખેલાડી છે. છતાં સૌથી વધુ રન બનાવવાના લિસ્ટમાં તે ત્રીજા ક્રમે છે. જેણે 11 ચોક્કા અને 15 સિક્સરની મદદથી 3 મેચમાં 159 રન બનાવ્યા છે. જ્યારે 198 રન સાથે હૈદરાબાદનો જોની બેયરસ્ટો બીજા ક્રમે છે.

બેંગ્લોરના યુજવેન્દ્ર ચહલના નામે સૌથી વધુ વિકેટ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીની આગેવાની વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બંગ્લોર અત્યાર સુધી એકપણ મેચ જીતી શકી નથી. છતાં પણ સૌથી વધુ વિકેટ લેવાની બાબતમાં બેંગ્લોરની ટીમનો ખેલાડી યુજવેન્દ્ર ચહલ સૌથી આગળ છે. તેણે 4 મેચમાં 6.56ની ઈકોનોમી અને 13.12 ની સરેરાશથી 8 વિકેટ લીધી છે. ચેન્નાઈની ટીમનાં ઈમરાન તાહિર 3 મેચમાં 6 વિકેટ સાથે બીજા ક્રમે છે. તેણે 5.20ની ઈકોનોમી અને 8.66ની સરેરાશથી વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સનો શ્રેયસ ગોપાલ અને દિલ્હી કેપિટલનો કગિસો રબાડા 4-4 મેચમાં 6 અને ચેન્નાઈનો ડ્વેન બ્રાવો 3 મેચમાં 6, કિંગ્સ ઈલેવન પંજાબના સૈમ કુરને 2 મેચમાં 6 વિકેટ લીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments