25 ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્રો સ્કૂલો પર મળશે

0
34

અમદાવાદ: 7 માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટેના ધો.10-12 સામાન્ય પ્રવાહ- વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના પ્રવેશ પત્રોના વિતરણની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરાઈ છે. વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલ પરથી 25 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાના પોતાના પ્રવેશપત્રો મેળવી શકશે.

લેમિનેશન કરાવવું નહીં 

બોર્ડે વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે વિદ્યાર્થીઓને પ્રવેશ પત્ર મળે તો તેમાં તમામ બાબતો ચેક કરી લેવી. જો કોઇ ભૂલ હોય તો સ્કૂલના આચાર્યની મારફત બોર્ડમાંથી 5 દિવસમાં સુધારો કરી નવું પ્રવેશપત્ર મેળવી લેવું. પ્રવેશપત્રને લેમિનેશન કરાવવું નહીં. લેમિનેશન બાદ પરીક્ષા દરમિયાન લખાણ કે કોઇ સહી થઇ શકતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here