રાજકોટમાં 25 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 9600ને પાર, 578 દર્દી સારવાર હેઠળ, ગ્રામ્યના આંકડા બંધ કરવામાં આવ્યા.

0
8

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસની સંખ્યાએ ફરી માથુ ઉચક્યું છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 25 કેસ નોંધાયા છે. કુલ કેસની સંખ્યા 9600ને પાર કરી 9629 પર પહોંચી છે. રાજકોટમાં 578 દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટમાં 55 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર કેસ આપવાના બંધ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો, ગ્રામ્યના આંકડા બંધ

રાજકોટ શહેરમાં દિવાળી દરમિયાન કેસની સંખ્યા પણ વધી રહી છે. દિવાળીના દિવસે જ બપોર સુધીમાં 26 અને 70 સહિત 96 નોંધાયા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમા જાણે કોરોનાએ દિવાળી વેકેશન રાખ્યું હોય તેવું માનીને જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરી અને જિલ્લા વિકાસ અધિકારી ડો. અનિલ રાણાવસિયાએ આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે. દિવાળી દરમિયાન ક્યા ગામોમાં કેટલા કેસ આવ્યા તે સહિતની વિગતો જાહેર કરાઈ નથી. વિગતો જાહેર ન કરાતા એ પણ પ્રશ્ન ઊભો થયો છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખરેખર રજાના દિવસોમાં આરોગ્ય સેવાઓમાં અસર થશે કે પછી રજાઓનો જ માહોલ રહેશે.

ગોંડલમાં કેસ વધ્યા, બન્ને શહેરમાં ડબલ ડિજિટમાં કેસ સામે આવ્યા

દિવાળી પર્વ વચ્ચે લોકો બજારમાં ખરીદી માટે નીકળી રહ્યા છે. બજારમાં ફરી રાબેતા મુજબની ભીડને કારણે કોરોનાનું જોખમ વધી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે. મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામા આવેલા આંકડા મુજબ મોરબી જિલ્લામાં શનિવારે કુલ 496 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા હતા. જેમાંથી 17 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. નવા આવેલા પોઝિટિવ કેસમાં મોરબી શહેરમાં 8, ગ્રામ્યમાં 7 કેસ નોંધાયા હતા. વાંકાનેર સિટી અને ગ્રામ્ય એક એક કેસ પોઝિટિવ આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here